પાંચ વર્ષ આપણી સરકારના સુશાસનના
જૂનાગઢ જિલ્લામાં પાંચ વર્ષ આપણી સરકારના અંતર્ગત શ્રેણીબદ્ધ પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાશે
સુશાસન સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
મંત્રીશ્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે
જૂનાગઢ : પાંચ વર્ષ આપણી સરકારના સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તારીખ ૧ લી ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને આ ઉજવણીના સુચારૂ આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લામાં પ્રથમ દિવસ તારીખ ૧ ઓગસ્ટના રોજ જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ચાંપરડા ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.
જ્ઞાનશક્તિ દિવસ અંતર્ગત માણાવદર લાયન્સ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાનું ઉદઘાટન, આંગણવાડીના લોકાર્પણ તેમજ જ્ઞાન કુંજ સહિતના કાર્યક્રમો યોજાશે.
તારીખ ૨ ઓગસ્ટના રોજ સંવેદના દિન તરીકે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
તારીખ ૩ ઓગસ્ટના રોજ અન્નોત્સવ દિવસમાં ગરીબ અંત્યોદય મહિલાઓને પાંચ કિલો અનાજ કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. તારીખ ૪ ઓગસ્ટના રોજ નારી ગૌરવ દિવસ, તારીખ ૫ ઓગસ્ટના રોજ કિસાન સમ્માન દિવસ, તારીખ ૬ ઓગસ્ટના રોજ રોજગાર દિવસ, તારીખ ૭ ઓગસ્ટના રોજ વિકાસ દિવસ, તારીખ ૮ ઓગસ્ટના રોજ જનસુખાકારી દિવસ તેમજ તારીખ ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.
જૂનાગઢ જિલ્લામાં આ ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લાના ક્લાસ વન અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ વધુને વધુ લોકોને યોજનાકીય લાભ મળે તેવું આયોજન કરાયું છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ