ખાંભા તાલુકાના નાનુડી ગામેં જોવા મળી રહ્યા છે ગંદકીના ગંજ

હાલમાં સરકાર દ્વારા સ્વછતા અભિયાન ચલાવી સરકાર દ્વારા લખ લૂંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાંભા તાલુકાના નાનુડી ગામેં જોવા મળી રહ્યા છે ગંદકીના ગંજ અહીં ગામની શેરીઓ તેમજ પાણી પીવાના અવેડા પાસે ચોતરફ ગંદકી જ ગંદકી જોવામાં આવીરહેલ છે હાલમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હોય એ કારણે સતત ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે ગામની મેન બજાર માં પસાર થતા રાહદારીઓ, શાળાએ જતા બાળકોમાં આ ગંદકી ના કારણે રોગ ચારો ફેલાવાની પણ ગ્રામજનોમાં ભીતિ સતાવી રહી છે ત્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે હાલમાં ચોતરફ કોરોના ફેલાઈ રહયો છે હાલ ચોમાસાની સિઝન હોય અહીં આ કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આ કારણે ગામમાં રોગચારો ફેલાઈ એ પહેલા છે તેવી ગામ લોકોને ખુબજ ડર સતાવી રહયો છે આસપાસમાં રહેતા રહીશો ને પોતાના મકાનના બારી-બારણા પણ આ ગંદકી અને મચ્છર ને કારણે બંધ રાખવા પડી રહ્યા છે મંદિરે દર્શન માટે જતા ભક્તો તેમજ રાહદારી ઓને આ ગંદકી માંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે નાનુડી ગામ માં જવાબદાર તંત્ર દ્વારા ગામમાં કોઈ રોગચારો ફેલાઈ એ પહેલાજ યોગ્ય સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેઓ લોકો ઇચ્છી રહ્યા છે
હવે જોવાનું એજ રહ્યું કે ગામમાં રોગચારો ફાટી નીકળે એ પહેલાં કુંભ કર્ણ ની નિંદ્રામાં પોઢેલું તંત્ર આળસ મરડી જાગે અને તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે કે કેમ એતો જોવુજ રહ્યું
રિપોર્ટ : હનીફ કુરેશી