સાબરકાંઠા માં આજે કોવિડ-૧૯ રસીના બીજા ડોઝ માટેના લાભાર્થી માટે સ્પેશ્યીયલ સેસનના આયોજન કરાયું
રાજ્યમાં તા.૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ થી કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ કોવિશિલ્ડના કિસ્સામાં પ્રથમ ડોઝના ૮૪ દિવસ બાદ અને કોવેક્સીના કિસ્સામાં પ્રથમ ડોઝના ૨૮ દિવસ બાદ લાભાર્થીને આપવાનું નિયત કરાયું છે.
રાજ્ય ક્ક્ષાએથી મળેલ સુચના મુજબ રવિવાર તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં કોવિડ-૧૯ના રસીકરણના માત્ર બીજા ડોઝનું આયોજન કરવામાં આવેલ છે. જેથી રવિવાર તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સાબરકાંઠા જીલ્લામાં રસીકરણનો પ્રથમ ડોઝ ઉપલબ્ધ નહી થાય
બીજા ડોઝના લાભાર્થીઓ માટે કરેલ આ રસીકરણના આયોજનમાં બીજા ડોઝના લાભાર્થીઓએ લીધેલ રસીના રસીકરણ કેન્દ્ર પર જઇને બીજો ડોઝ મુકાવી રસીકરણનો લાભ લેવા સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા