ખેડબ્રહ્મા: યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ નું સન્માન

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ખેડબ્રહ્મા દ્વારા કોરોના મહામારીમાં માનવતાની હાકલ સાંભળીને પોતાના જીવને જોખમમાં મૂકી, પરિવારની ચિંતા કર્યા વગર કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા તથા જરૂરીયાત મંદ પરિવારને મદદ કરી જે હું પૂરી પાડી છે
તેવા ખેડબ્રહ્મા તાલુકાના કોરોના વોરિયર્સ એ
માનવ સેવા એ જ પ્રભુસેવા ને સાર્થક કરી
” સેવાહી પરમો ધર્મ “ના મંત્રને ચરિતાર્થ કર્યો છે જેમણે આવા કપરા સમયમાં કરેલી નિસ્વાર્થ સેવા દ્વારા અનેક લોકોના જીવ બચાવ્યા છે અને સમાજ અને લોકો પ્રત્યેની નિષ્ઠા પૂર્વક ની જવાબદારી ને દેશભક્તિ સમજીને સેવા કરી છે તેવા કોરોના વોરિયર્સ નું
ભારતીય જનતા યુવા મોરચો ખેડબ્રહ્મા દ્વારા
પુષ્પગુચ્છ , શાલ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું .
આ સન્માનમાં જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માના ડો. ઉજ્જવલ પટેલ અને ડો.દેવાશીષ ત્રિવેદી, તથા ખેડબ્રહ્મા શહેરના પ્રાઇવેટ ડોક્ટરો સાથે,
સેવાભાવી સંસ્થાઓ , યુવા ગ્રુપના પ્રમુખ બ્રિજેશ બારોટ તેમજ ખેડબ્રહ્માના નગરજનો પૈકી
જીગ્નેશ રાવલ ,પલ્લવ રાવલ હિતેશભાઈ પટેલ જેવા નામી અનામી કોરોના વોરિયર્સ નું યુવા મોરચા દ્વારા દિલથી સન્માન કરવામાં આવ્યું હતું
આ સન્માન સમારોહમાં, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અરવિંદ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંતભાઈ પટેલ,
ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી જશુભાઈ પટેલ
તથા ખેડબ્રહ્મા ના વરિષ્ઠ નાગરિકો, સોશિયલ મીડિયા અને આઈટી સેલ ની ટીમ ,યુવા મોરચાના પદાધિકારીઓ, શહેર પ્રમુખો મહામંત્રી વગેરે હાજર રહ્યા હતા
આભારવિધિ યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિએ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર શ્રી ધીરુભાઈ એ કર્યું હતું.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા.