ડભોઇ તાલુકા શિક્ષકો ની સરાફી મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાયી

*ડભોઇ તાલુકા શિક્ષકો ની સરાફી મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાયી*
ડભોઇ તાલુકા ના પ્રાથમિક શિક્ષકો ની સહકારી સરાફી મંડળી ની આજરોજ વાર્ષિક સાધારણ સભા યોજાયી હતી.આ કાર્યક્રમ માં ડભોઇ નગર ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી અને મંડળી ના મૃત્યુ પામેલા સભાસદો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.ત્યાર બાદ કાર્યક્રમ માં હાજર મહાનુભાવો નું મંડળી ના સભાસદો દ્વારા સ્વાગત વિધિ કરવામાં આવી હતી.સાથે જ સભા માં નિવૃત શિક્ષકો નું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મંડળી ના મંત્રી કમલબાબુ તેમજ પ્રમુખ જયમીન ભાઈ પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.અને હાજર રહેલા તમામ મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.આ સાધારણ સભામાં સરાફી મંડળી દ્વારા સભાસદ ને આપવામાં આવતી ધિરાણ ની મર્યાદા ની રકમ 8 લાખ થી વધારી ને 9 લાખ કરવામાં આવી હતી અને સભાસદ ના અકાળે મૃત્યુ વખતે વારસદાર ને આપવામાં આવતી સહાય ની રકમ 7 લાખ થી વધારી 8 લાખ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ,ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલ બેન દુલાણી,રજની ભાઈ પટેલ,તથા સંજયભાઈ દુલાણી ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ