માણાવદરની સૈયદ બાપુમિયાં ની દરગાહના મુંજાવર ફકીરાબાપુની અજમેરની સાયકલ યાત્રા શરૂ થઈ

માણાવદરની સૈયદ બાપુમિયાં ની દરગાહના મુંજાવર ફકીરાબાપુની અજમેરની સાયકલ યાત્રા શરૂ થઈ
Spread the love

માણાવદરની સૈયદ બાપુમિયાં ની દરગાહના મુંજાવર ફકીરાબાપુની અજમેરની સાયકલ યાત્રા શરૂ થઈ

પર્વતમાં સમયમાં કોરોના રોગ માંથી દેશને મુક્તિ મળે તેવા હેતુ સબબ માણાવદરમાં આવેલ સૈયદ બાપુમિયા પીરની દરગાહ શરીફના મુંજાવર ફકીરા બાપુ આ વર્ષે કોરોના પ્રકોપ માંથી મુક્તિ મળે તે માટે સાયકલ યાત્રા કરી રહ્યા છે.આ મુંજાવર છેલ્લા ૧૧ વર્ષથી સદભાવના હેતુસર દર વર્ષે અજમેર સુધીની સાયકલ યાત્રા કરે છે દર વર્ષે તેઓ લોકોની શહેત સુધરે અને દેશમાં શાંતિ પથરાઈ રહે અને લોકો હળીમળીને રહે. કોમવાદનું ઝેર કે માનવ – માનવની વચ્ચે ભેદભાવ ન રહે તે માટે સાયકલ યાત્રા કરી રહ્યા છે

આ વર્ષે કોરોના જેવા હઠીલા વાયરસથી મુક્તિ મળે અને દેશ આરોગ્યક્ષેત્રે તંદુરસ્ત રહે તે માટે તેઓ અજમેર શરીફ જઈ રહ્યા છે.ફકીરા બાપુ કહે છે કે આ વર્ષની મારી યાત્રામાં હું અજમેર શરીફ જઈને મારો ભારત દેશ કાયમ રોગથી મુક્ત રહે તેવી પ્રાર્થના કરીશ. આ યાત્રાને માણાવદરના લોકોએ શ્રદ્ધા વિશ્વાસ સાથે વિદાય કરી ફકીરા બાપુની નિષ્ઠા કામીયાબ નીવડે અને દેશમાં આરોગ્યનું પલ્લુ ઊંચું રહે તેવી પ્રાર્થના સાથે સાઇકલયાત્રા ને વિદાય આપી હતી

 

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210731-WA0018.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!