ભારતીય ફોજ માં ફરજ બજાવી વતન પરત આવેલ નિવૃત જવણનું જૂનાગઢ રેલવે સ્ટેશન પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું

ભારતીય ફૌજ માં પોતાની ફરજ પૂર્ણ કરી નિવૃત્ત થયેલ જવાનો શ્રી મુનેશભાઈ વાછાણી તથા વલ્લભભાઈ અઘેરા આજરોજ જૂનાગઢ ખાતે પોતાના વતન આવતા ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા જૂનાગઢ રેલવે સ્ટેશન પર તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સંસ્થા ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ રાજાણી, પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ભાવિન ભાઈ ભીંડી, શાખા ઉપાધ્યક્ષ શ્રી તુષારભાઈ છત્રારા, ખજાનચી શ્રી કિરણસિંહ ગોહિલ, તેમજ પરેશભાઈ મારું દ્વારા જવાનો ને ફૂલહાર તેમજ ભારતમાતા ની છબી અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ, લેહ લડાખ જેવા દુર્ગમ સ્થાનો પર અને દેશ માટે મહત્વની સરહદો પર રહી ફરજ નિભાવનાર નિવૃત્ત સૈનિકોએ જણાવ્યું કે હવે સમાજ સાથે રહી ને રાષ્ટ્ર સેવાના કાર્યો કરીશું. જન્મથી મૃત્યુ સુધી રાષ્ટ્ર સેવા કરવી એ દરેક નાગરિકની ફરજ છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ