સુજલામ સુફલામ્ કેનાલ માં પાણી આપવા તંત્ર નાં ધાંધીયા

*સુજલામ સુફલામ્ કેનાલ
સુજલામ સુફલામ્ કેનાલ માં પાણી ફરી બંધ કરવામાં આવ્યા ને બે મહિના પછી પણ ચાલુ નાં કરતા ખેડૂતો માં રોષ ની લાગણી પ્રસરી જવા પામી છે
ચોમાસું દરમિયાન સરહદી પંથકમાં વરસાદ નહિવત હોવા છતાં પાણી આપવામાં આવતું નથી
સુજલામ સુફલામ્ કેનાલ માં કામગીરી ગોકુળ ગતિ એ ચલાવી ખેડૂતો ને કરવામાં આવી રહ્યા છે હેરાન
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ને સિંચાઈનું પાણી નું ભુગર્ભ જળવાઈ રહે તેવા હેતુથી સુજલામ સુફલામ્ કેનાલ ચાલુ કરવામાં આવી હતી
બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકા થરાદ, લાખણી, ડીસા, દિયોદર, કાંકરેજ ના ખેડૂતો ની અનેક રજૂઆતો કરવામાં આવી ત્યારે ચાલુ કરવામાં આવી હતી.
ચોમાસું શરૂ થવાના થોડા દિવસ પહેલા જ છેવાડાના ગામ સુધી પાણી પહોંચે એ પહેલાં જ પાણી બંધ કરવામાં આવ્યું છે
ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું કે જલ્દી કામગીરી પુર્ણ કરી પાણી તાત્કાલિક આપવામાં આવે
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)