રાજકોટ માં પોલીસ હેડ કવાર્ટર, ખાતે યોજાયેલા લોક દરબારમાં માત્ર ૧૫% અરજીનો જ નિકાલ.

રાજકોટ માં  પોલીસ હેડ કવાર્ટર, ખાતે યોજાયેલા લોક દરબારમાં માત્ર ૧૫% અરજીનો જ નિકાલ.
Spread the love

રાજકોટ માં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ હેડ કવાર્ટર, ખાતે યોજાયેલા લોક દરબારમાં માત્ર ૧૫% અરજીનો જ નિકાલ.

*રાજકોટ માં રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને નારી ગૌરવ દિવસ ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી J.C.P અહેમદ ખુર્શીદ, D.C.P ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, D.C.P ઝોન-૧ પ્રવીણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ હેડ કવાર્ટર, તાલીમ ભવન, રાજકોટ ખાતે મહિલાઓના પ્રશ્નોનુ એક જ સ્થળે તાત્કાલિક ધોરણે નિરાકરણ થઇ શકે અને કાયદાકીય તાત્કાલિક મદદ મળી શકે તેવી ઉમદા ભાવનાથી સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સેમીનારમાં મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરો, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વોલેન્ટીયર અને અભયમ્ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરો તથા ડોમેસ્ટીક વિભાગના કર્મચારીઓએ સાથે મળી મહિલાઓના પ્રશ્નો જેવા કે, મહિલા સાથે થતી ઘરેલુ હિંસા તેમજ છેડતી તેમજ બિનજરૂરી કોલ/મેસેજ તથા પારિવારીક સમસ્યાઓના નિરાકરણ માટે સફળ પ્રયાસ કરવા આયોજન કરવામાં આવેલું હતું. આ સેમીનારમાં કુલ-૧૬૩ અરજીઓમાં અરજદાર તથા સામાવાળાઓને બોલાવવામાં આવેલા હતા. જેમાંથી કુલ-૭૮ અરજીઓના બન્ને પક્ષકારો હાજર રહેલ હતા. જે પૈકી કુલ-૨૫ અરજીઓમાં સુખદ સમાધાન કરાવી પરીવાર સાથે મીલન કરાવેલું છે. અને કુલ-૪ અરજીઓમાં ફરીયાદ નોંધાયેલી છે. તેમજ કુલ-૪૯ અરજીઓમાં અરજદારો ભરણપોષણ મેળવવા માંગતા હોય અથવા તો છૂટાછેડા લેવા ઇચ્છતા હોય તેવા અરજદારોને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના લીગલ વોલેન્ટીયર સાથે મેળવી સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવેલ તથા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ સેમીનારમાં પોલીસ કમિશનર અને D.C.P સહિતનાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપેલું હતું.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!