રાજકોટ માં મોડી રાત્રે કુવાડવા રોડ પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત અકસ્માતમાં બંને વાહન બળીને ખાખ

રાજકોટ માં મોડી રાત્રે કુવાડવા રોડ પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત અકસ્માતમાં બંને વાહન બળીને ખાખ
Spread the love

રાજકોટ માં મોડી રાત્રે કુવાડવા રોડ પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહન બળીને ખાખ થયા છે.

રાજકોટ ના કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસ સ્ટેશનની નજીક સાત હનુમાન પાસે આ આકસ્માત થયો હતો. જ્યાં ઈંધણ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક ટકરાતાં આગ ભભૂકી હતી. બનાવને પગલે હાઇવે પર થોડા સમય સુધી ટ્રાફિકજામ થયો હતો. ઘટનાસ્થળે લોકોને ટોળાં પણ એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રકના ડ્રાઈવર છગનભાઈ મકવાણા નામના વ્યક્તિ દાઝી જતાં તેમને શહેરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ રાણાવાવના છગનભાઈ મકવાણાની રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ બંને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગ બૂઝાઇ જતા ત્યારબાદ પોલીસે દ્વારા ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો. રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાબેતા મુજબ વાહનોની અવર જવર પણ શરૂ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!