દ્વારકાના રૂપેણ બંદરના માછીમારો દ્રારા દ્વારકા ઓખા હાઇવે ચક્કાજામ કર્યો

દ્વારકા : દ્વારકામાં રૂપેણ બંદર ૧ જુનથી બંધ કરી ૧ ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ખેડવા જવા પ્રતિબંધ હોય છે પરંતુ મોટી બોટ માલીકોએ આ વખતે સરકાર ને રજૂઆત કરી હતી કે તેમને ૧ ઓગસ્ટ જગ્યાએ ૧ સપ્ટેમ્બર થી માછીમારી કરવાની છુટ આપવામાં આવે જેથી નાની માછલીઓ મોટી થઈ શકે અને હાલમાં દરિયો તોફાની હોવાથી એના મોજામાં કરંટ હોવાથી નુકસાન થવાની શક્યતા રહે છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા માછીમારોને ૧ સપ્ટેમ્બરથી માછીમારી કરવાની છુટ આપવામાં આવી હતી.પરંતુ નાના માછીમારોએ વિરોધ કર્યો હતો અને તેમના કહેવા મુજબ જો ૧ ઓગસ્ટથી સિઝન શરૂ કરવા દેવામાં નહીં આવે તો તેમને આર્થિક નુક્સાન થવાની ભીતી છે પરંતુ સરકાર દ્વારા માછીમારોની આ વાત સ્વીકારી ન હતી જેના કારણે નાના માછીમારો રોષે ભરાઈ દ્વારકાના રૂપેણ બંદર પર આવેલા નેશનલ હાઇવે પર એક કલાક સુધી ચકકાજામ કયૉ હતો તેથી હાઈવે રોડની બંનેબાજુ કિ.મી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી આ વાતની જાણ દ્વારકા પોલીસને થતા પોલીસ તુરંત ધટના સ્થળે દોડી ગઈ હતી અને માછીમારી ના આગેવાનોને સમજાવીને રોડ ખુલ્લો કર્યો હતો
રિપોર્ટ : રાકેશ સામાણી