ગોપાલ ઈટાલિયા ધરપકડ મામલો: ઈશુદાન ગઢવી પહોંચ્યા મહેસાણા

ગોપાલ ઇટાલિયા ધરપકડ મામલો ઇસુદાન ગઢવી પહોંચ્યા મહેસાણા
આજે વહેલી સવારે ગોપાલ ઇટાલિયા ની તાલુકા પોલીસે ધરપકડ કરી પોલીસ સ્ટેશન લેવામાં આવ્યા હતા જોકે આજે મહેસાણા જિલ્લા ના અલગ અલગ તાલુકાઓ માં આજે સંવેદના મુલાકાત ના બીજા ચરણ ની શરૂઆત માં ઊંચા પહોંચે એ પહેલાં ધરપકડ કરી હતી ત્યારબાદ ઊંઝા માં ઇસુદાન એ દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયા ના જામીન અર્થે મહેસાણા પોતાના કાર્યકરો સાથે A ડિવિઝન માં પોલીસ મથક માં આવી પહોંચ્યા હતા ત્યારબાદ હાલ માં જામીન ની પ્રોસેસ ચાલુ છે
A ડિવિઝન પોલીસ મથક માં હાલ માં AAP ના કાર્યકર્તાઓ એ રામધૂન અને ભાજપ તેરી તાનાસહી નહિ ચાલેગી ના સૂત્રો ચાર પણ કર્યા હતા જોકે હજુ સુધી ગોપાલ ઇટાલિયા ની જામીન થઈ નથી
*8 મહિના પહેલા ના કેસ માં આજે ધરપકડ*
ગોપાલ ઇટાલિયા ની ધરપકડ અગાઉ ના કોઈ ગુના ને લઈને કરાઈ હોવાનું સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે જોકે હાજર વકીલે જણાવ્યું હતું કે હાલ માં પોલીસે માત્ર અમને અગાઉ ના કેસ મામલે કલમ જ બતાવી છે મહેસાણા એ ડિવિઝન પોલીસ ની હદ માં
14 ડિસેમ્બર 2020 ના રોજ કોઈ ગુના માં પોલીસે ફરિયાદ નોંધી હતી જોકે ગોપાલ ઇટાલિયા સામે મહેસાણા A ડિવિઝન માં IPC , 143, 341,188 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો