રાજકોટ માં જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ યોજાશે

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા “વિકાસ દિવસ” અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ યોજાશે.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા “વિકાસ દિવસ” અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ તા.૭/૮/૨૦૨૧ ના રોજ સવારે ૯:૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા નવસારીના માન. સાંસદશ્રી સી.આર.પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરીના વરદહસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ પ્રંસગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી વિગેરે ઉપસ્થિત રહેશે. રાજકોટ શહેરના જુદા જુદા વોર્ડમાં વિવિધ વિકાસ કામો પૈકી રૂ.૧૩.૨૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૦.૩૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂ.૨૩.૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ EWS-2 ના ૧૬૭૬ આવાસોના ફાળવણી ડ્રો પણ કરવામાં આવનાર છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.