ડભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.

ડભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ CMTC સેન્ટર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.આ વર્ષે સ્તનપાન થકી સુરક્ષા મારી જવાબદારી વિષય અંતર્ગત cmtc ડભોઇ ખાતે 1થી 7 ઓગષ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું છે.Cmtc ડભોઇ ખાતે ફરજ બજાવતા ન્યુટ્રિસન આસિસ્ટન્ટ પૂનમબેન વોરા તથા સ્ટાફ નર્સ દિવ્યાબેન વણકર દ્વારા લાભાર્થી મહિલાઓને બાળકો ને સ્તનપાન કઈ રીતે કરાવવું તેની સમજણ પોસ્ટર અને વિડિઓ ના માધ્યમ થી આપી ને સ્તનપાન ના મહત્વ વિશે સમજાવ્યું હતું.ઉપરાંત માતાઓને સ્તનપાન ની નવી પદ્ધતિ કે જે ક્રોસ કેડલ ફિડિંગ તરીકે ઓળખાય છે તેની જાણકારી આપવામાં આવી હતી.આ પદ્ધતિ થી જો સ્તનપાન કરાવવા માં આવે તો બાળકો માં કુપોષણ ને અટકાવી શકાય છે.આ સાથે જ જન્મ પછી શિશુ ને તરત જ માતા નું ધાવણ આપવું જોઈએ તેમજ બાળક માટે જન્મ ના 6 મહિના સુધી ફક્ત માતા નું ધાવણ જ આપવુ જોઈએ જેવી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.સાથે જ જણાવવામાં આવ્યું હતું કે માતા ના દૂધ થઈ ઉત્તમ કોઈ પોશક આહાર નથી અને સ્તનપાન ની સચોટ પદ્ધતિ થી કુપોષણ તથા બાળમરણ પણ ઘટાડી શકાય છે.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ