” લાગે છે…..એક મૌલિક રચના

લાગે છે*…
~~~~~~~~
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
સાવ..સૂની..સીમ લાગે છે..ને,
ભેંકાર આ.., આ વન લાગે છે.
આ જીવનને ભરવું ખાલીપાથી,
ખાલીપાની ‘કો નેમ લાગે છે…
અષાઢ ઉચ્ચારમ..મેઘ મલ્હારમ,
આ દુહો ચોમાસાની દેન લાગે છે.
અગન લાગે છે.., ઝાળ લાગે છે..,
કાળ ઝાળ જીવનનો ભાર લાગે છે.
ન ભાળ લાગે છે,સંભાળ લાગે છે,
જિંદગી એક , જુવાળ લાગે છે…
કે, જીવતર મીઠું કરી લો ‘શિલ્પી’,
ઝેર પણ હવે, કડવું ઝેર લાગે છે !!
======================
|| •• આભાર. •• ||