મહિલા સહાયતા કેન્દ્ર જૂનાગઢના દ્વારા કાઉન્સેલિંગ કરી મહિલાના પતિની વ્યસનની ટેવ છોડાવી

Spread the love

જૂનાગઢ : મહિલા સહાયતા કેન્દ્ર જૂનાગઢના દ્વારા કાઉન્સેલિંગ કરી એક મહિલાના પતિની વ્યસનની ટેવ છોડાવી પરિવારનું સુખદ મિલન કરાવ્યું હતું.

નારીવાદી અભિગમ સાથે કાર્ય કરતું મહિલા સહાયતા કેન્દ્ર જૂનાગઢ જેમાં મહિલાએ પતિને વ્યસનની ટેવ હોઈ માર મારતા અને ઘરના ધ્યાન ન આપતા અને બધા પૈસા વ્યસન પાછળ ખર્ચ કરી નાખતા હતા. ત્યારે આ મહિલાને બાળકોના ભવિષ્યની ચિંતા થતા પતિને સમજાવવા માટે મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલિંગ માટે આવેલ જેમાં તેમના પતિને બોલાવી વ્યક્તિગત તેમજ જૂથ મીટીંગ કરી કાઉન્સેલિંગ કરી સમજાવતા તેમને પોતાની જવાબદારી સમજાતા વ્યસનછોડી ને હવે આખો પરિવાર રાજીખુશી થી રહે છે.

બી ડીવીઝન ખાતે પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટર ૨૦૧૬થી કાર્યરત છે. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મહીલા ઓને ઘરેલું હિંસા , લિંગભેદ , સ્ત્રીભ્રુણહત્યા, અત્યાચાર, સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં મહિલા પોતે નિર્ણય લેવામાં સક્ષમ બનાવવામાં આવે છે. તેમજ મહિલા અને તેના પરિવારને વ્યક્તિગત તેમજ જૂથ મીટીંગમાં બોલાવી કાઉન્સેલિંગ કરી કાયદાકીય તેમજ યોજનાકીય માહિતી માર્ગદર્શન આપવામાં આવે છે.આ તકે મહિલા કાઉન્સેલર મનીષા રત્નોતાર અને મયુરીબેન ગોંઢા એ આ કેસમાં કામગીરી કરી હતી.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!