કાચુ મકાન હતુ પણ સરકારશ્રીની સહાયથી હવે પાકુ મકાન બનશે

માંગરોળના કોટડા ગામ ખાતે રહેતા જશુબેન ડાકીએ જણાવ્યું કે, પરિવારમાં નવ સભ્યો છીએ. મજુરી કરી ગુજરાન ચલાવીએ છીએ, છેલ્લા ૩૦ વર્ષથી કાચા મકાનમાં રહેતા હતા. મકાન કાચુ હતુ અને પડવાનો પણ ભય રહેતો હતો. મજુરી કરતા હોવાથી નવુ મકાન બનાવવા માટેની ક્ષમતા ન હતી. આથી અમને પધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી અને તેમા ફોર્મ ભર્યુ હતું. આ ફોર્મ મંજૂર થતા નવુ ઘર બનાવવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી રૂા.૧.૨૦ લાખની સહાય મળી હતી. સરકારશ્રીની મદદથી નવુ ઘર બની ગયું છે. અને ચેરમેનશ્રીની ઉપસ્થિતીમાં ગૃહપ્રવેશ માટે ચાવી અપાઇ. હવે અમે નવા મકાનમાં રહેશું.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ