વિકાસ દિવસ

વિકાસ દિવસ
Spread the love

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક હુકમ અને મંજૂરી પત્ર અપાયા

૫૫ લાભાર્થીનો ગૃહ પ્રવેશ, ૩૧૯ લાભાર્થીઓને આવાસના મંજૂરી પત્ર અપાયા

૩૧૯ લાભાર્થીને પ્લોટ ફાળવણી કરાઈ

ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : વિકાસ દિન નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક હુકમ એનાયત, મંજૂરીપત્ર, પ્લોટ ફાળવણી તેમજ પાંચ નવી બસોનો ફલેગ ઓફ કાર્યક્રમ ગુજરાત રાજય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

ચેરમેનશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિકાસ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જૂનાગઢ જિલ્લાના કુલ ૫૫ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ, ૩૧૯ લાભાર્થીઓને આવાસના મંજૂરીપત્ર તેમજ પ્લોટ વિહોણા ૩૧૯ લાભાર્થીઓને પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. તેમજ ચેરમેનશ્રીએ એસટી વિભાગની પાંચ નવી બસોને લીલી ઝંડી આપી હતી.

પાંચ વર્ષ આપણી સરકારના અંતર્ગત લોકહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વિકાસ દિન અન્વયે કેશોદ ખાતે વિકાસના વિવિધ ખાતમુહૂર્ત પ્રસંગે ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, આપણી સરકારના પાંચ વર્ષ પૂરા થવાના અવસરે લોક કલ્યાણના વિકાસના વિવિધ કાર્યો થઇ રહ્યા છે. વિજયભાઈ રૂપાણીની સરકાર નિર્ણાયક સરકાર છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ગુજરાતના વિકાસની કેડી કંડારી છે તેને મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી આગળ ધપાવી રહ્યા છે. આ તકે ચેરમેનશ્રી મુળુભાઇ બેરાએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી આપી હતી.

આ તકે કેશોદ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મનસુખભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.જે જાડેજા સ્વાગત પ્રવચન, આભારવિધિ કેશોદ તાલુકા વિકાસ અધિકારી ચાવડાએ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકના એમડી શ્રી દિનેશભાઈ ખટારીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કેશોદ નરેન્દ્ર ભાઈ, સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી અતુલભાઈ ઘોડાસરા, બક્ષિપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જે.કે ચાવડા, અગ્રણીશ્રી પરબતભાઇ પિઠીયા, શ્રી અશોકભાઈ રાઠોડ, શ્રી નારણભાઈ ભેટારીયા, શ્રી દેત્રોજા, શ્રી નારણભાઈ કરંગીયા, પુનિતાબેન, એસ.ટી વિભાગીય નિયામકશ્રી શાહ, મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!