રાજકોટ માં ધારાસભ્યશ્રી તથા “રૂડા” ના ચેરમેનશ્રી અને C.E.A તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં રિંગ રોડ ખુલ્લો મુકવામાં આવેલ હતો

રાજકોટ માં જનસુખાકારી દિન” ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ આજરોજ તા.૮/૮/૨૦૨૧ ના રોજ સવારે ૯:૪૫ કલાકે પ.પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, માન.ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કુલ રૂ.૧૭.૫૭ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયુ હતું. જેમાં રાજકોટ શહેરની ફરતે રિંગ રોડ-૨ આકાર પામી રહ્યો છે. તેના ભાગરૂપે, રૂડા રીંગ રોડ-૨, ફેઝ-૨ માં પાળ ચોકડી થી ગોંડલ હાઇવે સુધીનાં ૬.૨ કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ.૮.૧૧ કરોડનાં ખર્ચે અને આ રસ્તા પર આવતા બે બ્રિજની કામગીરી રૂ.૯.૪૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આજે સ્થળ ઉપર પણ માનનીય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયા તથા “રૂડા” ના ચેરમેનશ્રી અમિત અરોરા અને C.E.A શ્રી ચેતન ગણાત્રા તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી, ગોળ ધાણાથી સૌના મ્હોં મીઠા કરાવી આ રિંગ રોડ જાહેરજનતાના ઉપયોગ માટે ખુલ્લી મુકવામાં આવેલ હતો. હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે. ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદ સમાન પુવાર થશે. હવે વાહનચાલકો કાલાવડ રોડ થી સીધું જ ગોંડલ રોડ પર પહોંચી શકશે. તેઓએ ૧૫૦ ફૂટ રીંગ રોડ કે ગોંડલ ચોકડીએ જવાની જરૂરત રહેશે નહી. આ કામ પૂર્ણ થતા હવે ગોંડલ ચોકડીએ પણ ટ્રાફિકનું ભારણ હળવું થઇ શકશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.