રાજકોટ માં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ S.O.G.

રાજકોટ ના નરસંગપરામાં નદી કાંઠે રહેતો રાજેન્દ્ર ઉર્ફ રાજુ ચંદુભાઈ અગ્રાવત જાતે.બાવાજી ઉ.૩૮ નામનો શખ્સ ગાંજાની હેરાફેરી કરે છે. તેવી S.O.G ના સ્ટાફને બાતમી મળી હતી. P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I ટી.બી.પંડ્યા સહિતના સ્ટાફે શકમંદ શખ્સ પર વોચ ગોઠવી હતી. શકમંદ રાજેન્દ્ર ઉર્ફે રાજુ આજે કેસરી હિન્દ પુલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વોચમાં ગોઠવાયેલા સ્ટાફે તેને અટકાયતમાં લીધો હતો. શકમંદના હાથમાં રહેલા પડિકાની તલાસી લેતા તેમાંથી ૧૪૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ ઈન્સ્પેક્ટર આર.વાય.રાવલ, ટી.બી.પંડ્યા, મોહિતસિંહ જાડેજા, હિતેશભાઈ પરમાર, રણછોડભાઈ આલ. નાઓએ કામગીરી કરેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.