દીવ દ્વારકાધીશ હવેલીમાં અનેકવિધ સજાવટ સાથે હિંડોળા દર્શન

દીવ દ્વારકાધીશ હવેલીમાં અનેકવિધ સજાવટ સાથે હિંડોળા દર્શન
ગિરિરાજ અન્નકોટ સાથે ગોકુળ બજારના અનોખા કન્સેપ્ટ સાથે હિંડોળા સજાવવામાં આવ્યા
દીવ : અષાઢ વદ એકમ ને બીજથી શ્રાવણ વદ એકમ બીજ થી 30 સુધી એટલે કે ૩૨ દિવસ પ્રભુ હિંડોળે ઝૂલવાની લીલા કરે છે. આ દિવસો દરમિયાન વૈષ્ણવજનો પોતાની ભાવના અનુસાર અનેક પ્રકારે હિંડોળા સજાવી પ્રભુ પ્રત્યેની પોતાની ભક્તિ ભાવ વ્યક્ત કરતા હોય છે.દીવમાં સુરજવા ચોકમાં આવેલ દ્વારકાધીશ હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈષ્ણવો દ્વારા અલગ-અલગ રીતે હિંડોળા સજાવી
દ૨૨ોજ પ્રભુની વિવિધ લીલાના પ૨ીક૨ સાથે હીંડોળાના કલાત્મક સજાવટ દ્વા૨ા દર્શન યોજાય છે. આ જ અનુક્રમે દીવ દ્વારકાધીશ હવેલીમાં શ્રી ગિરિરાજજીના અન્નકૂટ દર્શન સાથે હાટડી (ગોકુલ બજારના કન્સેપ્ટ )સાથે ખૂબ જ ભાવપૂર્વક વૈષ્ણવો દ્વારા અલૌકિક સજાવટ કરવામાં આવી હતી.હિંડોળા સજાવટ માટે વિનયબેન શાહ, હેમાબેન શાહ, સુરભીબેન શાહ,ગીતાબેન શાહ,ભાવનાબહેન,વિભા શાહ, આરતી શાહ,હર્ષાબેન, રૂપાલી શાહ, જાગૃતિ શાહ, ભાગલા બહેન શાહે તથા અન્ય વૈષ્ણવો એ સેવા આપી હતી.
અલૌકિક હિંડોળાના દર્શન કરીને વૈષ્ણવજનો એ પણ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ : પરાગ સંગતાણી, દીવ