વડિયા ના અરજનશુખ ગામે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની પૂજા કરવામાં આવે છે

અમરેલી વડિયા
વડિયા ના અરજનશુખ ગામે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની પૂજા કરવામાં આવે છે
આ પરંપરા મુજબ 4 મટુંકી ગામના પાદર માં ગ્રામજનો મળી 4 બાળકો ને પાણી ની ભરી ગોર મહારાજ પૂજા કરાવે છે
ત્યાર બાદ આ 4 મટુંકી ના નામ આપવામાં આવે છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આશો ત્યાર બાદ આ મટુંકી લઈ બાળકો ને જાહેર માર્ગ ઉપર મટુંકી સાથે દોડાવવા માં આવે છે
જે મટુંકી માં પાણી વધુ હોય એ મહિનામાં વરસાદ વધુ પડશે તેવું માનવામાં આવે છે
હાલ જે મટુંકી માં પાણી વધુ હતું એ ભાદરવો મહિનો જોવા મળ્યો હતો..
આ રીતે પ્રાચીન પરંપરા મુજબ બળેવ ની ઉજવણી કરવામાં આવે છે
રિપોર્ટ : રાજુ કારિયા વડિયા