ડાંગ જિલ્લામાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે જિલ્લાનાં શિક્ષિત યુવાનોએ કરી નવી પહેલ:

ડાંગ જિલ્લામાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે જિલ્લાનાં શિક્ષિત યુવાનોએ કરી નવી પહેલ
સાપુતારા : રક્ષાબંધનનાં દિવસે વૃક્ષોને રક્ષા કવચ તરીકે રાખડી બાંધી પ્રકૃતિનાં જતનની સાથે સંવર્ધનની નેમ વ્યક્ત કરી… રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પ્રકૃતિથી ઘેરાયેલ વિસ્તાર છે.ડાંગ જિલ્લાનાં માનવીનું અભિન્ન અંગ કહો તો એ પ્રકૃતિ છે.એટલે જ અહીનાં આદિવાસીઓ પ્રકૃતિ પૂજક તરીકે ઓળખાય છે.અને ડાંગનાં જનજીવનની પ્રકૃતિ આધારીત પરંપરા આજે પણ કાયમ જોવા મળી રહે છે.આજરોજ ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન.રક્ષાબંધનનાં દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા કવચ તરીકે રાખડી બાંધી દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છાઓ આપે છે.ત્યારે ડાંગ જિલ્લામાં શિક્ષિત યુવાનોએ ચાલુ વર્ષે રક્ષાબંધનનાં દિવસે નવી પહેલની શરૂઆત કરી છે.ડાંગ જિલ્લાનાં શિક્ષિત યુવાનોએ આજરોજ રક્ષાબંધનનાં દિવસે જંગલ વિસ્તારમાં આવેલ વૃક્ષોની પૂજા અર્ચના કર્યા બાદ આ વૃક્ષોને રક્ષા કવચ તરીકે રાખડી બાંધી પ્રકૃતિનાં જતનની નેમ વ્યક્ત કરી હતી.ડાંગ જિલ્લાનાં આ યુવાનોની વૃક્ષો બચાવોની પહેલને સૌ કોઈ ડાંગવાસીઓએ બિરદાવી હતી..