પૂર્વ મંત્રી ઊંધાડ ના પ્રયત્ન થી વડિયા ના દૂધીયા પીપળીયા ગામના ખેડૂતો ને વીજપ્રશ્ન થયો પૂર્ણ
પૂર્વ મંત્રી ઊંધાડ ના પ્રયત્ન થી વડિયા ના દૂધીયા પીપળીયા ગામના ખેડૂતો ને વીજપ્રશ્ન થયો પૂર્ણ
વીજ લાઈન નો રસ્તો બદલતા વીજ ફોલ્ટ અને પાવર સપ્લાય આવતા વિઘ્નો હવે નહિ આવે.
આ બાબતે પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ દ્વવારા સરકાર ના ઉર્જા મંત્રી ઉચ્ચ અધિકારી ઓ ને કરાઈ હતી રજુવાત
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં વિવિધ કચેરીઓ આવેલી છે. જેમાં આ વિસ્તાર માં વીજ વ્યવસ્થાપન નુ કાર્ય કરતી પીજીવીસીલ વડિયા દ્વારા કરવામાં આવે છે. વડિયા ની બાજુ માં આવેલું દૂધીયા પીપળીયા ગામ અમરેલી જિલ્લા માં ખેતી વિકાસ બાબતે અગ્રીમ હરોડ માં આવે છે. પરંતુ આ ગામ ના ખેડૂતો જે ફીડર માંથી વીજ પ્રવાહ આપવામાં આવતો હતો તે વીજ લાઈન ખુબ મોટા અંતર ની હોવાથી વારંવાર વીજ ફોલ્ટ અને લો વોલ્ટેજ ની સ્થિતિ સર્જાતી હતી. જેથી સિંચાઈ માટે ખેડૂતો ને ખુબ મુશ્કેલી હતી. આ બાબતે અનેક વાર વિજતંત્ર ને રજુવાત કરવા છતાં કોઈ ચોક્કસ નિરાકરણ ના આવતા અંતે વડિયા વિસ્તાર ના લોકસેવક એવા ખેડૂત અને સામાન્ય લોકોના નેતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ને રજુવાત કરતા તેમના દ્વવારા રાજ્ય ના ઉર્જા મંત્રી અને પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓ ને આ બાબતે રજુવાત કરી તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી ખેડૂતો નો પ્રશ્ન પૂર્ણ કરવા જણાવ્યું હતુ. આ રજુવાતની નોંધ લઇ ખુબ જ ટૂંકાગાળામાં આ વીજલાઇન નો રસ્તો બદલવામાં આવતા હવે વીજ ફોલ્ટ અને નીચા વોલ્ટેજ ના કાયમી સતાવતા પ્રશ્ન પૂર્ણ થતા દૂધીયા પીપળીયા ગામના સરપંચ લાલાભાઇ વાવલિયા અને તાલુકા પંચાયત સદસ્ય ગજેન્દ્ર પટોળીયા સહીત ગામલોકો એ પૂર્વ મંત્રી નો આભાર માન્યો હતો.