રાજકોટ ના મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતા આસામીઓ સામે કાયદેસરના પગલાં

રાજકોટ ના મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતા આસામીઓ સામે કાયદેસરના પગલાં
Spread the love

રાજકોટ ના મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતા આસામીઓ સામે કાયદેસરના પગલાં લેવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ માં મહાનગરપાલિકાએ સરકારશ્રી દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના બનાવી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે. આજે તા.૬-૯-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન આવાસ યોજનાઓમાં ખાલી રહેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી. મ્યુનિ. કમિશનરશ્રીએ વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના, નટરાજનગર સાધુવાસવાણી રોડ પર આવેલ રાજીવ આવાસ યોજના, મારુતી સર્વિસ સ્ટેશન પાછળ મોરબી રોડ પર આવેલ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ અને જકાતનાકા પાછળ કુવાડવા રોડ પર આવેલ BSVP-૨ આવાસ યોજનાની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબ્જો કરેલા આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને R.M.C હસ્તકની આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવા સુચના આપી હતી. સાથો સાથ સ્વચ્છતા જાળવવા બાબતે પણ સૂચન કર્યો હતા. વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહ, ઇન્ચાર્જ આવાસ યોજનાના સિટી.એન્જી.શ્રી એસ.બી.છૈયા, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, પી.એ.(ટેક)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, ડે.એન્જી.શ્રી પી.ટી.પટેલ, આસી.મેનેજરશ્રી કૌશિક ઉનાવા અને નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!