રાણપુરમાં સામાજીક આગેવાન ની સુપુત્રીના જન્મદિવસ નીમીતે વિનામુલ્યે નેત્રયજ્ઞ,આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

રાણપુરમાં સામાજીક આગેવાન નરેન્દ્રભાઈ દવેની સુપુત્રીના જન્મદિવસની વિનામુલ્યે નેત્રયજ્ઞ,આયુર્વેદિક નિદાન કેમ્પ કરી ઉજવણી કરી.
સુપુત્રીના જન્મદિવસ નિમિત્તે યોજેલ નેત્રયજ્ઞ,આયુર્વેદિક નિદાન કેમ્પ નો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાજપના પીઢ આગેવાન અને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય તથા સામાજીક આગેવાન નરેન્દ્રભાઈ દવે પરીવાર વર્ષોથી રાણપુરમાં પોતાના પરીવારજનોના જન્મદિવસે,તિથી નિમિત્તે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ,ર્હદયના કેમ્પ,દાંતના કેમ્પ,બ્લડ કેમ્પ,આયુર્વેદિક કેમ્પ સહીત લોક જરૂરીયાત મુજબના વિનામુલ્યે અનેક કેમ્પ કરી રહ્યા છે.ત્યારે નરેન્દ્રભાઈ દવેની સુપુત્રી આરાધના નાં જન્મદિવસ નિમિત્તે રાણપુર શહેરમાં શ્રી એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તથા વિનામુલ્યે આયુર્વેદિક નિદાન,સારવાર તથા મફત દવાનો કેમ્પ તેમજ વિનામુલ્યે ડાયાબીટીશ એક-અપ કેમ્પ યોજવામાં આવ્યો.નેત્ર યજ્ઞમાં વિનામુલ્યે મોતીયાનું નિદાન કરી દર્દીને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ખર્ચે દર્દી ને રાજકોટ લઈ જઈ મોતીયાના ઓપરેશન કરવામાં આવેલ.તેમજ વિનામુલ્યે આયુર્વેદિક નિદાન માં ડાયાબીટીસ,શરદી,ઉધરસ,તાવ,સાંધાના દુખાવા,પાચન રોગો,બ્લડ પ્રેશર,ચામડીના રોગો ની સારવાર કરી દર્દીઓને વિનામુલ્યે દવાઓ આપવામાં આવી હતી.નરેન્દ્રભાઈ દવેની સુપુત્રી આરાધના નાં જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવેલ વિનામુલ્યે મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પમાં આવ્યા હતા.અને વિનામુલ્યે સારવાર લીધી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્રભાઈ દવે પરીવાર અવાર-નવાર વર્ષોથી આ પ્રકારના કેમ્પ કરી દરીદ્રનારાયણની સેવા કરી રહ્યા છે જેને લઈને રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના લોકો તેઓની ભારે પ્રશંસા કરી રહ્યા છે…
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર