*શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે ડભોઇ ના શિવાલયો માં ભક્તો ઉમટી પડ્યા*

શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે ડભોઇ ના શિવાલયો માં ભક્તો ઉમટી પડ્યા
આજરોજ પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર હોવાથી ડભોઇ ના શિવાલયો માં શિવ ભક્તો એ સરકારી ગાઈડલાઈન મુજબ તેમજ કોરોના સંક્રમણ ને ધ્યાન માં રાખી દર્શન કર્યા હતા.શ્રાવણ માસ ને શિવ પૂજા માટે સર્વશ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે.શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઉપવાસ તેમજ એકટાણા કરી શ્રાવણ માસ કરતા હોય છે.ડભોઇ માં આવેલ વાઘનાથ,બાબા અમરનાથ,કુબેરેશ્વર, રામેશ્વર,ગોવિંદેશ્વર,મંગલેશ્વર,બોલતા મહાદેવ,સહિત શિવ મંદિરો માં આજરોજ શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર નિમિતે મોટી સંખ્યા માં શિવ ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ લીધા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ