મેંદરડાના ચીરોડા પાસે ખાનગી બસ નો અકસ્માત, બસ પલટી મારી જતા ૩૫ થી વધુ મુસાફરો ને ઇજા

મેંદરડાના ચીરોડા પાસે ખાનગી બસ નો અકસ્માત, બસ પલટી મારી જતા ૩૫ થી વધુ મુસાફરો ને ઇજા થવા પામેલ છે, ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો ની પ્રાથમિક માહિતી મળેલ છે પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટ પાસેના અમરગઢ, માયકા,મીસરી,એમ.પી, રાજકોટ સહિતના મુસાફરો રાજકોટ થી પ્રવાસ અર્થે નીકળેલ હતા જેવો આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી મેંદરડા થઈ સતાધાર ધામ ખાતે દર્શન કરવા નીકળ્યા હતા જે દરમિયાન આજે બપોરે એક વાગ્યાની આસપાસ આ બસ નં -GJ-1-XX-9979 મેંદરડા વિસાવદર રોડ પર મેંદરડા થી ૫ કી.મી દુર ચિરોડા ગામ પાસે રોડ સાઇડમાં ઉતરી પલટી મારી ઊંડા ખાડામાં ફસડાઇ પડી જતા ડ્રાઇવર સહિત કુલ ૪૦ લોકો મુસાફરી કરી રહેલ હતા અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થયેલ હતો, દરમિયાન પોલીસની સતર્કતાથી ડ્રાઈવર ને ઝડપી પાડવામાં આવેલ હતો આ બસમાં મહિલાઓ,બાળકો,પુરુષો સહીત ૩૯ મુસાફરો સામેલ હતા જેનો આબાદ બચાવ થયેલ છે જેમાં 32 મુસાફરો ને ઈજા થયેલ છે, અને સાત મુસાફરો ને વધુ ગંભીર ઇજાઓ હોવાથી ઈમરજન્સી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા જેમાં પણ વધુ ગંભીર એક મહિલા દિવાળીબેન પ્રેમજીભાઈ ઉમર વર્ષ 60 વધુ ગંભીર હોવાના પ્રાપ્ત અહેવાલ મળે છે આ અકસ્માત થતા પ્રથમ ચિરોડા ના સરપંચ ભરતભાઈ માડમ, હમીરભાઇ સહીત ના તેમની ટીમ સાથે અકસ્માત સ્થળે પહોંચી બસમાં ફસાયેલા લોકોને મદદ કરવા આવી પહોંચ્યા હતા ત્યારબાદ મેંદરડા ના સરપંચ દિનેશભાઇ વેકરીયા તેમજ ટીમ તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી જીસીબી સહિતના વાહનો મંગાવી બસમાં ફસાયેલા લોકોને કાઢેલા હતા, ત્યારબાદ મેંદરડા બીલખા શહીદ આજુબાજુના વિસ્તારોમાંથી 108 એમ્બ્યુલન્સ આશરે ૫ થી ૭ બોલાવવવામાં આવેલ જે મારફતે પ્રથમ મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા બાદ વધુ ગંભીર લોકોને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ થતાં મેંદરડા પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા મેંદરડા મામલતદાર માકડા મેડમ તથા મેંદરડા પોલીસ દ્વારા તાબડતોડ કામગીરી કરવામાં આવી હતી અકસ્માત દરમિયાન મેંદરડા વિસાવદર હાઇવે આશરે ચાર કલાક જેટલો બ્લોક થયેલ હતો અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી વધુ તપાસ મેંદરડા પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટ કમલેશ મહેતા મેંદરડા