ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગમાં આવતો વાહનવ્યવહારના રૂટ ડાયવર્ઝન કરવાં અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામુ

ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગમાં આવતો વાહનવ્યવહારના રૂટ ડાયવર્ઝન કરવાં અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામુ
Spread the love
  • તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ સુધી જાહેરનામુ અમલમા

રાજપીપલા : નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) તથા આમુખ-૩ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગમાં આવતો વાહનવ્યવહાર તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ સુધી નીચે મુજબ રૂટ ડાયવર્ટ કરવા અંગે હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ સુધી કરવાની રહેશે.

જેમાં ગોરા ગામ તરફ જતા-આવતા વાહનોએ ભાણદ્રા ચોકડીથી ગોરા તરફ આવવા તેમજ જવા માટે મધ્યમાં વસવાટ કરતા ગામો ભાણદ્રા, મોટા આંબા, ભીલવશી, બોરીયા, મોટા/નાના પીપરીયા, વસંતપુરા ગામનાઓએ કેવડીયા કોલોની થઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા જવા માટે ભાણદ્રા ચોકડી થઇ અકતેશ્વર ત્રણ રસ્તા થઇ ગરૂડેશ્વર થઇ કેવડીયા કોલોની બહાર જઇ શકશે તેમજ SOU તરફ જઈ શકશે. તેવી જ રીતે, મોખડીથી ગોરા તરફ આવવા તેમજ જવા માટે મધ્યમાં વસવાટ કરતા ગામો ગોરા કોલોની, નાના/ મોટા થવાડીયા, મોખડી, ઝરવાણી, કડવામુહડા ફળિયું, ગળતી ફળિયું, ધીરખાડી ગામનાઓએ કેવડીયા કોલોની તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવવા તેમજ બહાર જવા માટે ગોરા નવા બ્રીજ થઇ કેવડીયા કોલોની તરફ જઇ શકશે તેમજ SOU તરફ જઈ શકશે.

તદ્ઉપરાંત, રાજપીપલાથી તેમજ આજુબાજુના વિસ્તાર ખાતેથી કેવડીયા તથા SOU ખાતે આવવા તેમજ જવા માટે ભાણદ્રા ચોકડી, અકતેશ્વર ત્રણ રસ્તા થઇ ગરૂડેશ્વર થઇ કેવડીયા કોલોની તરફ જઇ શકશે તેમજ SOU તરફ જઈ શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલ

 

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!