પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨ હેઠળ જૂનાગઢ જિલ્લામાં યોજાશે કાર્યક્રમો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨ હેઠળ જૂનાગઢ જિલ્લામાં યોજાશે કાર્યક્રમો
Spread the love

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨ હેઠળ જૂનાગઢ જિલ્લામાં યોજાશે કાર્યક્રમો

શહેરી વિસ્તારમાંથી ૨૫૦૦ અને ગ્રામ્યમાંથી ૯૦૦ લાભાર્થીને સહાય અપાશે

ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ હેઠળ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે જિલ્લાના કુલ  ૩૪૦૦ લાભાર્થીને વિનામૂલ્યે રાંધણ ગેસ જોડાણ અપાશે

જૂનાગઢ : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ જૂનાગઢ જિલ્લામાં લાભાર્થીઓને ગેસકીટ વિતરણનો કાર્યક્રમ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ૧૧ થી ૧૨.૩૦ કલાકે વિવિધ સ્થળોએ યોજાશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિત્તે ગરિબોની બેલી સરકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારમાંથી ૨૫૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૯૦૦ લાભાર્થીને એમ કુલ ૩૪૦૦ પરિવારોને વિના મૂલ્યે ગેસકીટનું વિતરણ કરવામાં આવશે.

તા.૧૭ સપ્ટેમ્બરે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ટાઉનહોલ, જૂનાગઢ ખાતે, માણાવદર લાયન્સ સ્કુલ, મહાદેવિયા રોડ માણાવદર ખાતે, આહિર સમાજની વાડી, પોલીસ સ્ટેશન સામે બાંટવા, વિસાવદર ખાતે નગરપંચાયત ટાઉનહોલ બગીચા અંદર, માળિયાહાટીના તાલુકાના ચોરવાડમાં લોહાજન મહાજનવાડી સહકારી બેન્કની બાજુમાં, વંથલી ખાતે પટેલ સમાજ, પ્રાંત ઓફિસની બાજુમાં, કેશોદ ખાતે પટેલ વિદ્યાર્થી આશ્રમ આંબાવાડી, માંગરોળમાં મુરલીધર વાડી લીમડા ચોક ખાતે કાર્યક્રમ યોજાશે.

જ્યારે જૂનાગઢ ગ્રામ્ય તાલુકા કક્ષાનો કાર્યક્રમ પટેલ સમાજની વાડી નં.૨, ગરબી ચોક વડાલ ખાતે યોજાશે. જ્યારે માણાવદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ આહિર સમાજ, ગાયત્રી મંદિર પાસે, વિસાવદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ માર્કેટયાર્ડ માંડાવડ, માળિયાહાટીના તાલુકાનો કાર્યક્રમ લોહાણા મહાજન વાડી, ગીર દરવાજા, વંથલી તાલુકાનો અંબેશ્ર્વર મહાદેવ મંદિર મોટા કાજલિયાળા ખાતે, કેશોદ તાલુકાનો શ્રી પેથલજીભાઇ ચાવડા આહિર સમાજ જૂનાગઢ રોડ, કેશોદમાં યોજાશે. માંગરોળ તાલુકાનો સાયકલોન સેન્ટર, રહીજ ખાતે યોજાશે. ભેંસાણ તાલુકાનો પટેલ સમાજ, મામલતદાર કચેરી સામે યોજાશે. મેંદરડા તાલુકાનો લેઉવા પટેલ સમાજ ખાતે કાર્યક્રમ યોજાશે.

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!