વડિયા પર મેઘો મહેરબાન છ ઇંચ વરસાદ, સુરવો ડેમ ના પાંચ દરવાજા 8ફૂટ ખોલાયા

વડિયા પર મેઘો મહેરબાન છ ઇંચ વરસાદ, સુરવો ડેમ ના પાંચ દરવાજા 8ફૂટ ખોલાયા
સુરવો નદીમાં ઘોડા પૂર, ફ્લડ કંટ્રોલ, પોલીસ એક્શન મોડ માં
વડિયા
સમગ્ર ગુજરાત માં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા માં પણ મેઘરાજા મન મૂકી ને વરસતા જોવા મળી રહ્યા છે. વડિયા અને ઉપરવાસ ના ગામડાઓ જેમાં રામપુર, તોરી, અરજનસુખ, મોરવાડા, ખાન ખીજડીયા સહીત ના ગામો માં રાત્રી થી ભારે વરસાદ વરસતા સુરવો નદી બે કાંઠે વહેતી થઇ હતી. ગત રાત્રી ના સમયે વરસાદી પાણી ના આવક થતા વહેલી સવારે છ વાગ્યાં આસપાસ સુરવો ડેમના દરવાજા પ્રથમ વાર ખોલવામાં આવ્યા હતા. બપોર ના બે વાગ્યાં થી ફરી ધોધમાર વરસાદ શરુ થતા ફરી ડેમમાં પાણી ની આવક વધતા સુરવો ડેમ માં ફરજ પારના ડેપ્યુટી ઈજનેર કાતરીયા ની દેખરેખ નીચે વડિયા ના સુરવો ડેમના પાંચ દરવાજા આઠ ફૂટ ખોલવામાં આવતા સુરવો નદીમાં ઘોડા પૂર ની સ્થિતિ જોવા મળી હતી. સુરવો નદીમાં પાણી છોડવામાં આવતા વડિયા મામલતદાર ડોડીયા, નાયબ મામલતદાર પટોળીયા, રાહુલભાઈ, ગ્રામપંચાયત ના તલાટી રામાણી, ઉપસરપંચ છગનભાઇ સહીત ના લોકો એ નીચાણ વાળા વિસ્તાર ને એલર્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી. તો સુરવો નદી વડિયા ની મધ્ય માંથી પસાર થતી હોય બે પુલ અને ડેમ સાઈટ પર લોકો ની બિન જરૂરી અવર જવર ઘટાડવા વડિયા પોલીસ ના પીએસઆઇ સરવૈયા પણ એક્શન મોડમાં સતત જોવા મળ્યા હતા. છેલ્લા ચોવીસ કલાક માં વાડિયા માં મેઘરાજા માન મૂકીને છ ઇંચ જેટલો વરસાદ વરસાવતા લોકો ની પાણી ની સમસ્યાઓ પૂર્ણ થતા લોકો માં પણ હરખની હેલી જોવા મળી રહી છે.