ખાંભા ખાતે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ

ખાંભા ખાતે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ
Spread the love

ખાંભા ખાતે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ

અમરેલી : ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા તુલસીશ્યામ રેંજમાં ફોરેસ્ટ કોલોની ખાંભા ખાતે રેંજના તમામ ફિલ્ડ સ્ટાફ માટે અમરેલી જિલ્લા પોલીસ તથા ખાંભા પોલીસ સ્ટેશનના સહયોગથી વન્યપ્રાણીને લગતા ગુનાકામની કાર્યવાહી અંગેની તાલીમનું આયોજન કરી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમ અમરેલી જિલ્લા ફોરેન્સિક ઓફિસર ડૉ. અશ્વિન ઇટાલીયા તથા ખાંભા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી. વાય.પી. ગોહિલ દ્વારા આપવામાં આવી હતી.

તાલીમમાં તુલસીશ્યામ રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, રાઉન્ડ ફોરેસ્ટર, ફોરેસ્ટ ગાર્ડ તથા ટ્રેકર ભાઈઓ સહિતના તમામ વનકર્મીઓ ઉપસ્થિત થયા હતા. તાલીમમાં મુખ્યત્વે વન્ય પ્રાણીને લગતા ગુનામાં સ્થળ તપાસ, પુરાવાનું એકત્રીકરણ તથા ગુનાના કામના કેસ કાગળની કાર્યવાહી વૈજ્ઞાનિક અભિગમ સાથે થઈ શકે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી વન્ય પ્રાણીના ગુના કામની તપાસ સચોટ રીતે થઈ શકે. વન્યપ્રાણીને લગત ગુના કામના કેસ કાગળો વધુ ચોક્સાઇ પુર્વક તૈયાર થઈ શકે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!