આસો સુદ-૧ થી અંબાજી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરેલો છે. જેમાં આરતી સવારે ૦૭:૩૦ થી ૦૮:૦૦, દર્શન સવારે ૦૮:૦૦ થી ૧૧:૩૦, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, સાંજે આરતી ૧૮:૩૦ થી ૧૯:૦૦, સાંજે દર્શન ૧૯:૦૦ થી ૨૧:૦૦ રહેશે.
તેમજ નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે. (૧) ઘટ સ્થાપનઃ- આસો સુદ-૧ ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ સમય સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ (૨) આસો સુદ ૮ :- બુધવારને તા.૧૩/૧૦/૨૦૨૧ આરતી સવારે ૦૬:૦૦ કલાકે (૩) ઉત્થાપન:- આસો સુદ–૮ બુધવારને તા.૧૩/૧૦/૨૦૨૧ આરતી સવારે ૧૧:૧૦ કલાકે (૪) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-૧૦ શુક્રવારને તા.૧૫/૧૦/૨૦૨૧ સાંજે ૦૬:૦૦ કલાકે (૫) દૂધ પૌઆનો ભોગ:-તા.૨૦/૧૦/૨૦૨૧ને બુધવારના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે કપૂર આરતી (૬) આસો સૂદ પૂનમ:- આસો સુદ-૧૫ બુધવાર તા.૨૦/૧૦/૨૦૨૧ને આરતી સવારે ૦૬:૦૦ કલાકે રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
રિપોર્ટ : અમિત પટેલ.