સુરતમાં નવરાત્રિનાં થનગનાટ વચ્ચે કોરોનાં એ માથું ઊંચક્યું, કલસ્ટર એરિયામાં નહીં ઉજવાય નવરાત્રી

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરની અસર લગભગ ખતમ થવા જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. અને બીજી તરફ ત્રીજી લહેરની આશંકા પણ સેવાઈ રહી છે. એવામાં ગુજરાતના સુરત શહેરમાં કોરોના સંક્રમણે ફરીથી માથું ઊંચકતા પાલિકા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.અને 69 વિસ્તારોને ક્લસ્ટર જાહેર કર્યાં છે.જેમાં નવરાત્રી નહિ થાય તેવી પાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.સુરત શહેરના અઠવાલાઈન્સ, પાલ અને પીપલોદ બાદ હવે ભીમરાડના પટેલ ફળિયામાં એક જ પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત થાય છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં એકી સાથે જૂથમાં કોરોના કેસો આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જે આ ભીમરાડ માં કેશો આવ્યા જે પૈકી બે સભ્યોએ વૅક્સિનના બન્ને ડોઝ લઈ ચૂક્યા હોવા છતાં સંક્રમિત થતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર પટેલ ફળિયાને કોરોના ક્લસ્ટર જાહેર કર્યું છે.સાથે જે વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા પાલિકાના આરોગ્ય વિભાગે લોકોને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી છે . હાલ આરોગ્ય વિભાગે 69 વિસ્તારોને ક્લસ્ટર જાહેર કર્યાં છે.ગણપતિ વિસર્જનમાં લોકો જે ભેગા થયા અને ટ્રાવેલ્સ હિસ્ટ્રીને કારણે આ કેસો આવી રહ્યા છે તેવું પાલિકા માની રહ્યું છે. તેવામાં આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યાં ગરબા રમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે , ત્યાં બીજી તરફ તહેવાર દરમિયાન ફરીથી કોરોના સંક્રમણ વકરી શકે છે તેવું સરકાર અને પાલિકા તંત્ર મની રહ્યું છે. આ બાબત ધ્યાનમાં રાખીને સુરત શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે . આટલું જ નહીં , ક્લસ્ટર એરિયામાં નવરાત્રિનું આયોજન ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રખાશે . અલગ અલગ ટીમક સતત ક્લસ્ટર વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે આ માટે સૂચના પણ આપવામાં આવી ચૂકી છે . જ્યારે ક્લસ્ટર એરિયામાં બિનજરૂરી અવરજવર પર પણ પ્રતિબંધ મૂક્યો છે છતાં પણ કોઈ ગરબાનું આયોજન કરશે તો તેમની સામે પાલિકા દ્વારા કાયદોસરનીકાર્યવાહીકરવામાં આવશે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત