રાજકોટ માં મહાનગરપાલિકાના કર્મચારીએ ફાંસો ખાઈ જીવ દિધો

રાજકોટ માં મહાનગરપાલિકાના કર્મચારીએ ફાંસો ખાઈ જીવ દિધો.
રાજકોટ માં નવા થો૨ાળા વણકરવાસમાં રહેતા સુરેશભાઈ રામભાઈ ખીમસૂરિયા ઉ.૩૧ નામના યુવાનના ઘરે ગઈકાલે મહેમાન આવ્યા હતા તેઓએ બપોરના સમયે સાથે જમ્યા બાદ પોતાની પ મહિનાની દિકરીને લઇને ઘરના ઉપરના માળે રમાડવા જાવ છું કહીને ગયા બાદ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે પાડોશીએ બારીમાં જોતા બાળકી રડી રહી હતી અને યુવાન લટકતી હાલતમાં જોવા મળતા તુરંત નીચે તેમના પરિવારને જાણ કરી હતી. આજુબાજુના લોકો એકઠા થઇ ૧૦૮ ને બોલાવી પરંતુ બહુ મોડું થઈ ગયું હતું અને યુવાનને મૃતજાહેર કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હાલ થોરાળા પોલીસ મથકના સ્ટાફે કાગળો કરી કારણ જાણવા તજવીજ આદરી છે. સુરેશના માતા અગાઉ મહાનગરપાલિકા માં નોકરી કરતા બાદમાં સુરેશને પણ સફાઈ કામદાર તરીકે નોકરી મળી હતી. તેમજ તેઓને અન્ય એક કંપનીમાં કોન્ટ્રાકટ પણ છે. તેઓ સુખી સંપન્ન પરિવાર હતો. તેમને સંતાનમાં બે જુડવા દિકરી છે. પોતે પ બહેનનો એકનો એક ભાઈ હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.