રાજકોટ માં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ધોરણ-૯ પાસ નકલી ડોકટરને પકડી પાડ્યો

રાજકોટ ના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ધોરણ-૯ પાસ નકલી ડોકટરને પકડી પાડ્યો છે.
રાજકોટ માં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં નકલી ડોક્ટર દવા આપતો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. અને બોગસ ડોકટરના ક્લિનિક પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ધોરણ-૯ પાસ મૂળ ડીઘા નોર્થ ૨૪ પેરગનસ પશ્ચીમ બંગાળનો વતની હાલ રાજકોટના શીતળાધાર ૨૫ વારીયા મેઇન રોડ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતો નકલી તબીબ બની બેઠેલા નીપુ કુમોદરંજન મલીક ઉ.૪૩ ની ધરપકડ કરી હતી. પકડાયેલો નીપુ બોગસ ડોકટર બની કોઇપણ જાતની ડીગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોને દવા આપી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ક્લિનિક ખાતે થી ડોકટર લખેલું સ્ટેથોસ્કોપ, ડોકટર મોરેપન લખેલ બી.પી.નુ મશીન-૧, સેલવાળી બેટરી નંગ એક, સ્ટીલની પ્લાસ્ટીકની કાતર, અલગ અલગ દવાઓ ઇન્જેક્શન, સીરપ સહિતનો રૂ.૧૮,૪૨૨ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું અને છેલ્લા ૨ વર્ષથી રાજકોટમાં ક્લિનિક ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી બોગસ ડોકટર દર્દીને ચકાસવા માટે એક દર્દી પાસેથી ૫૦ રૂપિયા ફી લેતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી બોગસ ડોકટર અગાઉ પણ ૨૦ જુલાઇ ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બોગસ ડોકટર તરીકે પકડાય ચુક્યો છે. જે બાદ ફરી ક્લિનિક શરૂ કરતાં આજે ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડોકટર તરીકે ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, J.C.P ખુર્શીદ એહમદ, D.C.P ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, D.C.P ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, A.C.P ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I વી.જે.જાડેજા, A.S.I જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, ભરતસિંહ પરમાર, મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા, કુલદિપસિંહ જાડેજા, જયદિપસિંહ બોરાણા સહિતે આ કામગીરી કરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.