જૂનાગઢ ખાતે યોજાયેલ ગાંધી જીવન ચરિત્ર પ્રદર્શનમાં નાના ભૂલકાઓએ પોતાની કલ્પનાના રંગ પુર્યા

જૂનાગઢ ખાતે યોજાયેલ ગાંધી જીવન ચરિત્ર પ્રદર્શનમાં નાના ભૂલકાઓએ પોતાની કલ્પનાના રંગ પુર્યા
મારા સપનાનું ભારત, સ્વચ્છ ભારત, નશો છોડો નહિંતર એ તેમને નહિં છોડે બાળકોની આ કલ્પનાને આપણે સાકાર કરવાની છે
જૂનાગઢ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જીવન કવન ચીત્ર પ્રદર્શન યોજાયું
જૂનાગઢ : તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રેડ ક્રોસ હોલ જૂનાગઢ ખાતે યોજાયેલ ગાંધી જીવન ચરિત્ર પ્રદર્શનમાં નાના ભૂલકાઓ પોતાની કલ્પનાના રંગ પૂર્યા હતા. મારા સપનાનું ભારત, સ્વચ્છ ભારત સાથે ગાંધીજીના નશામૂક્ત ભારત માટે નશો છોડો નહિંતર એ તમને નહિં છોડે બાળકોની આ કલ્પનાને હવે આપણે સાકાર કરવાની છે, સાર્થક કરવાની છે.
જૂનાગઢ જ્યુડિશ્યલ ઓફીસર, સ્ટાફ પરીવારના બાળકો તેમજ જૂનાગઢની કાલરિયા અને કાર્મેલ કોન્વેટ સ્કુલના બાળકો દ્વારા આયોજીત આ પ્રદર્શનમાં અહિંસા, નશાબંધી તેમજ ગાંધીજીના જીવન કવનને બાળકોએ સુપેરે આવરી લીધું હતું. સમનાણી હેત્વીએ ગાંધીજીના જન્મથી લઇ મૃત્યુ સુધીનું આખી યાત્રાને ચીત્રો રૂપે રજુ કરી હતી.
સિંઘલ નેન્સીએ સ્ટોપ સ્મોકિંગ એન્ડ સ્ટે હેલ્ધી, કાચા ચાર્મીએ નશો છોડો નહિંતર એ તમને નહિં છોડેનું સુંદર દ્રશ્ય ખડું કર્યું હતું. આ ચીત્ર પ્રદર્શનને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ.રીઝવાનાબેન બુખારીએ ખુલ્લુ મૂકી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવશ્રી પી.એમ.આટોદરિયા, ન્યાયાધીશશ્રીઓ, સ્કુલના શિક્ષકો તેમજ કોર્ટ સ્ટાફ પરીવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.