રાજકોટ માં રામનાથ મંદિરનું રિપેરીંગ કામ ૧૫ દિવસમાં નહી થાય તો ઉગ્ર આંદોલન, રાજકોટ શહેર કોંગ્રેસ

રાજકોટ માં રામનાથ મંદિરનું રિપેરીંગ કામ ૧૫ દિવસમાં નહી થાય તો ઉગ્ર આંદોલન, રાજકોટ શહેર કોંગ્રેસ
Spread the love

રાજકોટ માં રામનાથ મંદિરનું રિપેરીંગ કામ ૧૫ દિવસમાં નહી થાય તો ઉગ્ર આંદોલન, રાજકોટ શહેર કોંગ્રેસ.

રાજકોટ ના આજીનદી ખાતે બિરાજમાન શ્રી રામનાથ મહાદેવજીના મંદિરે અસંખ્ય દર્શનાર્થી આવતા હોય તેની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ પગલા લેવડાવશો તેમજ ૧૫ દિવસમાં કામગીરીની ચીમકી આપેલ છે. અને ચુંટણી સમયે હિન્દુત્વના નામે મત માંગનારાઓ આજે મંદિરની સ્થિતિ કથળી છે. તેમજ મંદિરની અને દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતી બાબતે ક્યાં ખોવાઈ ગયા તેવું વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ પ્રશ્ન પૂછ્યો છે. આ રજૂઆતમાં ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ તાલાટિયા, ગીરીશભાઈ ઘરસંડિયા, વિક્રમભાઈ ડાંગર, ચંદ્રેશભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ સોરાણી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવાએ આજે મ્યુનીસીપલ કમિશનરને રૂબરૂ રજૂઆત માં જણાવ્યું છે કે, ગ્રામ દેવતા સ્વયંભુ રામનાથ મહાદેવજીના મંદિરના પટરાંગણમાં અનેક સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરવી જરૂરી છે કારણ કે, પુલ ઉપરની જે ગ્રીલ છે. તે હાલમાં વરસાદમાં ધોવાઈ ગયેલ છે. અને હાલમાં એકપણ ગ્રીલ નથી. જેથી જાનહાની થવાની સંભાવના હોય જેથી સત્વરે કામ કરાવવું જોઈએ. પ્રવેશદ્વાર થી લઇ નિજ મંદિર સુધી પેવીંગ બ્લોક ફીટ કરાવવાની ખાસ જરૂરિયાત છે. જેથી તાત્કાલિક પેવીંગ બ્લોક ફીટ કરાવવા. ચોમાસા દરમ્યાન પાણીમાં તણાઈને જે રબીસ અને કચરો આવેલ છે. ત્યાં J.C.B થી સફાઈ કામ કરાવવા કામગીરી કરાવવી જોઈએ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!