રાજકોટ જીલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ

રાજકોટ જીલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ
Spread the love

રાજકોટ શહેર જીલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ.

રાજકોટ ના કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જીલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ, જીલ્લા સુખાકારી સમિતિ અને પુરવઠા વિભાગની બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ કચેરીઓની બાકી વિગતો, પેંશન કેશ, રાશન વિતરણ, બાકી વસુલાત, કોર્ટ કેસો, સરકારી પ્રોજેકટસની માપણી, દબાણ હટાવવા, પાણી, વીજ કનેકશન સહિતના વિવિધ મુદાઓની સમીક્ષા કલેક્ટર દ્વારા કરાઈ હતી. તેમજ લોક પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવાની સુચના કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં કલેક્ટરએ કહ્યું હતું કે, રાજકોટ જીલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ. આ માટે ખાસ કરીને ઔધોગિક વસાહતોમાં વધુને વધુ ટેસ્ટીંગ કરવું જોઇએ. રોગચાળાને કાબુમાં લેવા સમયાંતરે દવાનો છંટકાવ કરવો જોઇએ. જીલ્લાના તમામ ગામો, નગરો અને શહેરના લોકોને સંપૂર્ણપણે કોવિડની વેકિસનથી ઝડપથી આરક્ષિત કરી દેવાના રહેશે. બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ પૂરતાં પ્રમાણમાં પોષક આહાર મળી રહે તેની કાળજી લેવાવી જોઇએ. આ માટે દર માસે આંગણવાડી સ્ટાફ, આશા વર્કર બહેનો તથા આરોગ્ય સ્ટાફની તાલીમ થવી જોઇએ વગેરે જેવા ઉપયોગી અને માર્ગદર્શક સુચનો કર્યા હતા. આ તકે જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ઈન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી, રોગચાળા અધિકારી ડો.નિલેશ રાઠોડ, મેલેરિયા અધિકારી ડો.ગૌરાંગ ઉપાધ્યાય, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ડાભી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!