રાજકોટ માં ક્લીન ઇન્ડિયા અભિયાન-૨૦૨૧ અંતર્ગત રેલ્વે સ્ટેશન પરિસરમાં સફાઈ અભિયાન

રાજકોટ માં ક્લીન ઇન્ડિયા અભિયાન-૨૦૨૧ અંતર્ગત રેલ્વે સ્ટેશન પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
રાજકોટ માં ક્લીન ઇન્ડિયા અભિયાન ૨૦૨૧ અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા દ્વારા રોજબ રોજ વિવિધ વિભાગ અને જન સહયોગથી સિંગલ યુઝડ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ રેલ્વે વિભાગ દ્વારા રાજકોટના રેલ્વે સ્ટેશન પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. રાજકોટ રેલ્વે ડિવિઝન ડી.એસ.એમ. શ્રી અભિનવ જેફ, રાજકોટ રેલ્વે હોસ્પિટલના ચીફ મેડિકલ અધિક્ષક શ્રી ડો.આર.એમ.ચક્રવર્તી, નહેરુ યુવા કેન્દ્રના જીલ્લા યુવા અધિકારીશ્રી સચિન પાલ સહીત ૬૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ રેલ્વે પરિસરમાં પાર્કિંગ સ્ટેન્ડ, સ્ટેશનના મુખ્ય દરવાજા આસપાસ, પાર્સલ તેમજ રિઝર્વેશન ઓફિસ આસપાસ વિવિધ જગ્યાઓ પર સફાઈ અભિયાનમાં જોડાઈ ૧૪૦ કિલો જેટલું સિંગલ યુઝડ પ્લાસ્ટિક એકત્રિત કરી સફાઈ હાથ ધરી હતી. આ અભિયાનમાં રેલ્વે હોસ્પિટલના ડો.જી.કે.સિંહ, ડો.આર.વી.શર્મા, ડો.હેમંત સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતાં.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.