રાજકોટ માં દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના આરોપીને પકડી પાડતી રાજકોટ મહિલા પોલીસ

રાજકોટ માં દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના આરોપીને પકડી પાડતી રાજકોટ મહિલા પોલીસ.
રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા અને મદદનિશ પોલીસ કમિશનર મહિલા સેલ આર.એસ.બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર મહિલા પોલીસ મથકમાં ગૌતમ મેરામ ગરણીયા જાતે.આહિર ઉ.૩૫ રહે. ભગીરથ સોસાયટી વરાછા સુરત. વિરૂઘ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ હોય જે ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનર ST/SC સેલનાઓ કરતા હોય ગુનામાં આરોપીએ ફરીયાદી સાથે પ્રેમસબંધ બાંધી ફરી અનુ.જાતિ સમાજની છે તે જાણવા છતા લગ્ન કરવાનું વચન આપી વારંવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય અને આરોપી ગુનો દાખલ થયો ત્યારથી નાસતો ફરતો હોય જે આરોપી સુરતમાં હોવાની બાતમી મળતા મહિલા પોલીસ સ્ટેશનના એમ.પી.ગઢવીને ટીમ સાથે મોકલતા તેઓ સુરત હકિકત વાળી જગ્યાએ જતા આરોપી મળી આવેલ નહિ અને ખાનગી રાહે જાણવા મળેલ કે સુરતથી ઢસા જતી ટ્રાવેલ્સમાં સુરતથી નિકળી ગયેલ હોય જેથી ખાનગી રાહે ફિલ્મી ઢબે પીછો કરી ભરૂચ ખાતે નબીપુર ગામ પાસે આવેલ કનૈયા હોટલથી આરોપીને પકડી પાડેલ છે. અને આરોપીને ST/SC સેલને સોંપી આપેલ છે.
રિપોર્ટ : ર્દિલીપ પરમાર રાજકોટ.