રાજકોટ માં કલેક્ટર કચેરી ખાતે “કુપોષણ મુકત ભારત અભિયાન” અંતર્ગત મીટીંગ યોજાઈ

રાજકોટ માં કલેક્ટર કચેરી ખાતે “કુપોષણ મુકત ભારત અભિયાન” અંતર્ગત મીટીંગ યોજાઈ હતી.
રાજકોટ માં કલેક્ટર કચેરી ખાતે “કુપોષણ મુકત ભારત અભિયાન” અન્વયે ડિસ્ટ્રીકટ મોનીટરીંગ અને રીવ્યુ કમિટિની ત્રિમાસિક સમીક્ષા બેઠક I.C.D.S મહિલા અને બાળવિકાસ વિભાગ રાજકોટ દ્વારા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આપણા બાળકોને આપીએ તેટલુ જ મહત્વ અને સમાનતા આંગણવાડીના બાળકોમાં રાખીને તેઓને પોષણયુકત બનાવવા કાળજી લેવા આંગળવાડીઓની બહેનોને કલેકટરશ્રીએ સુચના આપી હતી. આંગળવાડીના બાળકોના ગ્રોથ માટે તેમને અપાતા પૂરક પોષણ, આરોગ્ય તપાસણી, અભ્યાસ સહિતના મુદે પણ કેટલાક સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા. બાળકોના વિકાસ માટે માતા-પિતાના ફીડબેક પણ આંગણવાડીઓની બહેનો દ્વારા લેવા જોઇએ અને આ માટે વ્હોટસએપ ગ્રુપ મહત્વના હોવાની ટકોર કલેકટરશ્રીએ કરી હતી. આંગળવાડીની આતંર માળખાકીય સ્થિતિ જેવી કે વોટર પ્યુરીફાઇર, સ્માર્ટ આંગળવાડી માટેની સુવિધા, સેનીટેશન, આંગળવાડીના માલિકીના અને ભાડાના મકાનો સહિતના મુદાની સમીક્ષા કલેકટરશ્રીએ કરી હતી. આંગણવાડીઓમાં કિચન ગાર્ડનની સગવડ ઉભી કરવાની સુચના પણ કલેકટરશ્રીએ આપી હતી. આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી જિજ્ઞાસા દવે, ૧૨ ઘટકના C.D.P.O શ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.