જૂનાગઢ જિલ્લામાં દિવાળી વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

જૂનાગઢ જિલ્લામાં દિવાળી વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે
જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૦૧ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનું આયોજન
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩(જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે. વર્ષના બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધ કે ૪-૪ સાઈઝના ડ્રોઈંગ પેપર પર દિવાળી વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૨૨/૧૧/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂા.૧૫૦૦૦/- તૃતીય વિજેતાને રૂ ૧૦૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂા.૫૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ(ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલોજીના વપરાશ માથેના અભિગમથી મોબાઈલ ટુ સ્પોટ્ર્સના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાકોવીડ-૧૯ની મારામારીના વિષય સંજોગોમાં ફેસબુક, વ્હોટસ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઈલ ટુ સ્પોટર્સની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ લાડીઓની વિગતો ઓડીયો-વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.