તમે છેલ્લે ક્યારે છાશ લીબુ સરબત કે શેરડીનો રસ પીધો હતો?

તમે છેલ્લે ક્યારે છાશ લીબુ સરબત કે શેરડીનો રસ પીધો હતો?
Spread the love

છેલ્લા કેટલા સમયથી આપણે પ્રગતિ કરી રહ્યા છે કે પાછળ ધકેલાઈ રહ્યા છે. એ વિચારવાનો સમય આવી ગયો છે. ખાસ je ફેરફાર થયા છે એની ઉપર આપણે ખાસ દયાન આપતા નથી. આપણે પહેલા ઓછી સુવિધાઓમા સુખ શાંતિ ચેનથી આરામથી જીવતા હતા કે નહીં?
આપણા ઘરમા એક જ માણસ આપણા પિતાજી કમાતા હતા .અને આપણે 5 ભાઈ બહેન આરામથી ખાતા હતા કે નહીં? સારામાં સારું ભણ્યા કે નહીં? ક્યાં કોઇ તકલીફ હતી ? તો પછી આજે કેમ પતિ સાથે પત્ની અને સંતાન કમાઈ છે તો પણ રૂપિયાની તકલીફ પડે છે.? કેમ ઘરની વસ્તુઓ લેવા લોન લેવી પડે છે? કેમ બહારના રૂપિયા વ્યાજે લેવા પડે છે? સા માટે દર મહિને અમુક રૂપિયાની ઘટ પડે જ છે?
કારણ કે આપણે દેખાદેખીથી ઇર્ષામા અદેખાઈમા આપણે પણ કઈ છે બતાવવામા ખોટો ખોટો વટ મારવામા આપણે જેની બિલકુલ જરૂર જ નથી એવી વસ્તુઓ ઘરમા લઈ આવીએ છીએ. આપણી પાસે રૂપિયા ના હોય તો પણ ઉધારમા અથવા લોન લઈને પણ લઈ આવી આપણે જાતે આપણા પગ પર કુહાડો મારિએ છીએ પછી આવક વધતી નથી આકસ્મિક ખર્ચાઓ આવી જાય છે. તેથી હપ્તાઓ ભરાતા નથી. દેવું વધતું જ જાય છે. ઘરની સુખ શાંતિ ચેન ગાયબ થઈ જાય છે. આપનો સ્વભાવ ચીડિઓ થઈ જાય છે પત્ની અને સંતાનોને વગર કારણે ધમકાવી કાઢીએ છીએ.
પહેલા ઘરમા સાથે જમવાનો રિવાજ હતો હવે 4 સભ્યો ઘરમાં જમે છે બીજા ચાર બહાર ખાઈને આવે છે. પહેલા બહારની લારીઓ પર આપણે કોઈ કઈ ખાતા જોઈ જાય તો આપણે છુપાઈ જતા આપણે શરમ આવતી હતી. હવે દર રવિવારે તો અચૂક આખો પરિવાર બહાર જ જમીને આવે છે.ઘરે પરિવાર સાથે જે રસોઈ ૨૦૦ /૩૦૦ મા સારી શુદ્ધ પૌષ્ટિક બની જાય અને માત્રામાં બને. આખું ઘર પેટ ભરીને જમે તો પણ વધે એવું ઘરનું ભોજન છોડી બહાર કલાકો ભિખારીની જેમ લાઈનમા ઉભા રહી હજારો રૂપિયા ફેંકી દેતા આપનો જીવ કેમ ચાલે છે ઘરે માટલાનુ પાણી પીવુ નથી અને હોટલમા 20 વાળી 5 બોટલ પણ ઓછી પડે છે. આપના છાસ લીબુપાણી ધરતીનું અમૃત શેરડીનો રસ પીવો નથી અને હાનિકારક પેપ્સી કોકો કોલા હોંશે હોંશે પીવી છે. આપણે જ્યારથી બહાર ખાવાનો ચસ્કો લાગ્યો છે ત્યારથી આપણું શારીરિક માનસિક નુકસાન વધી ગયું છે આર્થિક રીતે પણ પારાવાર નુકસાન થઈ રહ્યું છે.
ધાનીના ચોખ્ખા તેલની જગ્યા પર રિફાઇન્ડ તેલ ખાઈ ખાઈને આપણે માંદા પડી રહ્યા છે. વારેઘડીએ બહારની ચા પી નાસ્તાઓ કરી આપણે ગંભીર ભૂલ કરી રહ્યા છે તમે કદી વિચાર્યું કે આજુબાજુ બીજી લારીઓ હોવા છતા પણ તમને એક જ લારી પર કેમ વારે ઘડીએ ચા પીવાનું મન થાય છે? કેમ કે એ ચાની બનાવટમા કઈ એવું હોય છે જે તમને વારંવાર આ જ લારી પર આવવા મજબુર કરે છે વિચારજો. નાસ્તાની લારીઓ વાલા એક જ વખતે કડાઈમા તેલ નાખી એજ બળેલા વાપરેલા કાલા તેલમાં તળેલા સમોસા પુરી ભજીયા ખાઈએ છીએ એનાથી તમારી પાચન શક્તિ પર વિપરીત અસર થાય છે એસીડીટી વધે છે છાતી ભરેલી ભરેલી લાગે છે અમુક વખતે સોડા કે ઇનો તાત્કાલિક પીવો પડે છે. પાછું આપણે ચાલવાનું બિલકુલ છોડી દીધું છે નિયમિત ચાલવાનું રાખો ચાલતા રહો નહિ તો ચાલ્યા જશો દર અઠવાડિયે ગાડી મૂકી ચાલવાનું જ રાખો. તમારું લોહી ફરતું રહશે જે તમને ફરતા રાખશે.
ખુશ રહો પ્રસન્ન રહો હાસ્યથી મોટી કોઈ દવા નથી. પ્રવૃત્તિમય રહો.
બહારના પિઝા બર્ગર મસાલા ઢોસા પાવભાજી કોઈ જ દિવસ ખાવો તમે છેલ્લે તમારા ઘરમા બનેલી ચોખ્ખા ઘીની સુખડી કયારે ખાધી હતી. છેલ્લે ઘરનો મોહનથાળ કયારે ખાધો હતો? ઘરની ચોળાફ્લી ઘૂઘરા કાજુ કતરીનો સ્વાદ યાદ કરો
આપણા ઘરોમા પહેલા તાંબા પિતલના વાસણો હતા. કલાઈ કોણે કહેવાય તમને હજુ યાદ છે? છેલ્લે કલાઈ કરનાર કંસારાને તમે કયારે જોયો હતો .એલ્યુમિનિયમના વાસણો આવી ગયા ફેંકો ભંગારમા .
આપણે આપનો સમૃદ્ધ વારસો પરંપરા ભૂલી ગયા છે. આપણી સંસ્કૃતિ આપણી રહેણીકરણી આપણા બોલચાલ વાણીવર્તન કેમ બદલાઈ રહ્યા છે. આ તહેવારોમા શાંતિથી બેસીને વિચારજો આપણે આગળ જઈ રહ્યા છે કે પાછળ? આપણે આપણા વારસા સંસ્કૃતિ પ્રત્યે કેમ ગર્વ નથી ?

 

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!