સોનેથ ગામના ફૌજી નિવૃત થતાં ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સોનેથ ગામના ફૌજી નિવૃત થતાં ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
સુઇગામ તાલુકાના અંતરિયાળ સોનેથ ગામના વતની અને છેલ્લા 21 વર્ષથી B.S.Fમાં ફરજ બજાવતા ફૌજી વશરામભાઈ ગલાલભાઈ રબારી વય મર્યાદા ના કારણે નિવૃત થતાં ફરજ પુરી કરી પોતાના માદરે વતન પરત ફરતાં દિવાળીના દિવસે ગ્રામજનોએ તેમનું ખુબજ ઉમળકાભેર બેન્ડવાજા સાથે ભવ્ય સામૈયું કરી સ્વાગત કરવામા આવ્યું હતું અને આખા ગામમાં ખુબજ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો
આ ફોજી યુવાન વર્ષ 2000માં B.S.F માં ભરતી થયેલા તેઓ સુઇગામ તાલુકાના સોનેથ ગામના વસરામભાઈ ગલાલભાઈ રબારી ગત 31 ઓક્ટોબરે 21 વર્ષ 10 મહિના દેશની સેવા કરી વય નિવૃત થતાં દિવાળીના દિવસે પોતાના માદરે વતન સોનેથ ખાતે આવી પહોંચતાં ગામથી 3 કી. મી બહુચરાજી પાટિયાથી બેન્ડવાજા સાથે આ ફોજી યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,યુવાનો દ્વારા 1 કી. મી જેટલી બાઈક રેલી સાથે ગ્રામજનોએ તેમને ખુલ્લી ગાડીમાં બેસાડી વંદેમાતરમ, ભરતમાતાકી જય ના જયજય કાર સાથે વાતાવરણને ગુંજવી દીધું હતું તેમજ દેશભક્તિના ગીતો સાથે રેલી સ્વારૂપે ગામમાં પ્રવેશ કરાવતાં ગ્રામજનો પણ હર્ષવિભોર બની ગયા હતા અને ગામના ગૌરવરૂપ ફૌજી યુવાનનું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી અબીલ,ગુલાલની છોળો ઉડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,દેશભક્તિના માહોલ વચ્ચે ગામના દરેક સમાજના લોકોએ ફૌજી વશરામભાઈ રબારીનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા,વય નિવૃત થઈ ગામમાં પધારેલા નિવૃત ફૌજીને આવકારવા ગામના દરેક આબાલ વૃદ્ધ સૌ ઉમટી પડતા હકડેઠઠ માનવ મેદનીથી ગામની તમામ શેરીઓમાં દિવાળીના દિવસે ખરા અર્થમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહયો હતો,આ પ્રસંગે ફૌજી વસરામભાઈ રબારીએ ગામના તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને લશ્કર કે પોલીસ ભરતીમાં જવા માંગતા યુવાનોને તૈયારી અને માર્ગદર્શન માટે હમેશ સહકાર આપવાની ખાતરી આપી હતી,સાથે પોતાને સરકાર તરફથી મળતી જમીનમાં યુવાનો માટે ટ્રેઇનિંગ સેન્ટર બનાવશે તેવી જાહેરાત કરી હતી,સ્વાગત કાર્યક્રમ બાદ ગામના તમામ સમાજના લોકોએ સામુહિક ભોજન લીધું હતું.
રિપોર્ટ-: જીતેન્દ્રસિંહ ઝાલા
બનાસકાંઠા