ગુમ થયેલ બાળક ને માત્ર એક કલાક માંજ શોધી માતાને પરત સોંપી આપતી શિહોર પોલીસ ટીમ

ગુમ થયેલ બાળક ને માત્ર એક કલાક માં શોધી માતાને પરત સોંપી આપતી શિહોર પોલીસ ટીમ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર સાહેબ તથા ના.પો.અધિ. શ્રી આર.ડી.જાડેજા સાહેબ પાલીતાણા નાઓ દ્રારા તાજેતરમાં દિવાળીના તહેવારના દીવસો હોય અને લોકો શાંતીમય રીતે તહેવારની ઉજવણી કરી શકે તે સબબ પો.સ્ટે. વિસ્તારમા સધન પેટ્રોલીંગ રાખી કોઇ અનિ.બનાવ ન બને તેની તકેદારી રાખવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શીહોર પોલીસ ટીમ પો.ઇન્સ. શ્રી કે.ડી.ગોહીલ સાહેબ ના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન એક મહીલા તેની બાળા સાથે દીવાળીની ખરીદી કરવા મેઇન બજારમા આવેલ તે દરમ્યાન પોતાની બાળકી ઉ.વ.૦૯ ની ગુમ થયાની જાણ કરતા પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબનાઓએ શિહોર પો.સ્ટે. વિસ્તારમા અલગ અલગ પોઇન્ટ ઉપર બંદોબસ્તમા રાખેલ ટીમોને એલર્ટ કરી તાત્કાલીક ગુમ થયેલ બાળાની ભાળ મેળવવા સુચના કરેલ જેથી આ બંદોબસ્તના પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલ બાળા ના વર્ણન મુજબ તપાસ કરતા ગુમ થનાર બાળા શિહોર ટાઉન હોલ પાસેથી મળી આવતા તેઓને પો.સ્ટે. લાવી તેની માતાને સહી સલામત પરત સોંપી આપી આ ગુમ થનાર બાળાને માત્ર એક કલાક ના સમયમા શોધી કાઢી તેની માતાને સોંપી આપેલ છે.
આ કામગીરી પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબ તથા શિહોર પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
રીપોર્ટ : સતાર મેતર