સિહોર માં ગેરકાયદેસર ફટાકડા વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

સિહોર માં ગેરકાયદેસર ફટાકડા વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી
સિહોર ખાતે દિવાળી તહેવારો દરમિયાન ફટાકડા ના સ્ટોલ જે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હંગામી ધોરણે લાયસન્સ ધારકો ને ફરજિયાત NOC સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી ના સાધનો ખાસ આવશ્યક છે ત્યારે સ્ટોલ ધારકો ની ફરિયાદ ને લઈ સિહોર શહેર ના મેઇન બઝાર માં લાયસન્સ વગર ફટાકડા ની દુકાન/ લારી ઓ જે ગેરકાયદેસર નું વેચાણ થતું હોય જે અંગે સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી કે.કે સોલંકી ની સૂચના અને માર્ગદર્શન સાથે આજરોજ મેઇન બઝારમાં ગેરકાયદેસર ફટાકડા નું વેચાણ અંગે સરપ્રાઇઝ ચેકીંગ સિહોર ફાયર બ્રિગેડ ના અધિકારી કોશિકભાઈ રાજ્યગુરુ.ધર્મેન્દ્ર ચાવડા,મનસુખ પરમાર સુરેશ ચૌહાન સહિત નો કાફલો સિહોર મેઇન બજાર ચેકીંગ હાથ ધરવા સાથે ગેરકાયદેસર ફટાકડા ધારકો ને વોર્નીગ સાથે લારી તાત્કાલિક હટાવવા માં નહિ આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ અધિકારી દ્વારા જણાવેલ.આ અંગે ગેરકાયદેસર ફટાકડા લારીવાળા માં ફફડાટ વ્યાપી ગયો હતો. પણ લેભાગુ તત્ત્વો તેમજ રાજકીય પક્ષો ના તેમજ નગરસેવકો ના ભલામણ ના ફોન આવતા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું પણ કોઈ બાંધ છોડ ન કરી લારી ઓ હટાવી હતી અને જણાવેલ કે હજુ બે દિવસ પહેલા જ ભાવનગર ખાતે કુંભારવાડા માં લાયસન્સ કે NOC વગર સામે ગેરકાયદેસર ફટાકડા નું વેચાણ કરતા હોય જે સ્થળે ફટાકડા સ્ટોલ માં તણખો ઉડતા સ્ટોલ માં આગ લાગતાં મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી અને તંત્ર લાલ આંખ કરતા જિલ્લા માં તંત્ર આવા ગેર કાયદેસર ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા જે અંગે સિહોર નગર પાલિકાના ફાયર સ્ટેશન ના અધિકારી કોશીક રાજ્યગુરુ ફટાકડા સ્ટોલ તેમજ મેઇન બજારમાં પોતાની ટીમ સાથે સપાટો બોલાવતા ફફડાટ ફેલાયો હતો અને ગેરકાયદેસર ફટાકડા લારી વાળા ગુમ થઈ ગયા હતા.
રીપોર્ટ : સતાર મેતર