ભાવનગર જિલ્લા ના રાજપૂત પોલિસ પરિવારની સરાહનીય કામગીરી

ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવારની સરાહનીય કામગીરી. સ્વર્ગસ્થ પોલિસ જવાનના પરિવારને રૂપિયા 5,55,000 નો આર્થિક સહયોગ
પોલિસ નામ પડતા જ લોકોને ખાખીનો રોફ નજર સમક્ષ આવી જતો હોય છે પણ વાસ્તવમાં પોલિસ જવાનોના દિલમાં પણ સમાજ અને લોકો માટે ખૂબ લાગણી હોય છે. જેનો તાજેતરમાં જ દાખલો છે, થોડા દિવસ પહેલા સિહોર તાલુકાના દેવગાણા ગામના રહીશ અને સોનગઢ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલિસ જવાન સ્વ. પ્રતાપસિંહ ચૌહાણ માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યા હતા અને પરિવાર ઉપર અણધારી આફત આવી પડી હતી. ફરજ દરમિયાન તો કેટલાય મિત્રો હોય છે પણ એક જવાન જ્યારે દુનિયા છોડીને જાય પછી તેના પરિવારની ચિંતા કરવા વાળા કેટલા એ પણ એક પ્રશ્નાર્થ છે. ત્યારે સ્વર્ગસ્થ પ્રતાપસિંહના પરિવારને મદદરૂપ થવાના શુભ આશયથી ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવાર દ્રારા *5,55,000/- (પાંચ લાખ પંચાવન હજાર)* રૂપિયાનો આર્થિક સહયોગ કરી દિવાળી જેવા પર્વમાં સ્વર્ગસ્થ જવાનના ઘરે દીપ પ્રગટાવ્યા છે અને દીવાળીના પર્વને સાચા અર્થમાં પરિવાર જેવી ભાવના દર્શાવી છે. આજે આ ઝડપી સમયમાં પણ એકબીજા પરિવાર પ્રત્યે આવી લાગણી દર્શાવનાર જૂજ લોકો બચ્યા છે જેમાંથી આ ભાવનગર રાજપૂત પોલિસ પરિવારની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે. સમગ્ર કાર્યના સંકલનમાં જિલ્લા રાજપૂત પોલિસ પરિવારના શ્રી ડી.કે ચૌહાણ, અજીતસિંહ મોરી, બહાદુરસિંહ ડોડીયા, ભરતસિંહ ડોડીયા, ગોવિંદસિંહ પરમાર, જયદેવસિંહ ભંડારી અને રણજીતસિંહ પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ પર્યાપ્ત રકમ સ્વ. પ્રતાપસિંહ ચૌહાણના પરિવારને અર્પિત કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવારના આ કાર્યની સમાજ દ્વારા ચોમેર પ્રશંસા કરવામાં આવી હતી.
રીપોર્ટ : સતાર મેતર