મીઠાઈ વહેંચી કરુણા ફાઉન્ડેશન દ્વારા દિવાળી ની ઉજવણી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં થરાદ ખાતે આજે દિવાળી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જે આ ઉપર જે લાગણી ના શબ્દો આપના માટે ઉદભવે ત્યારે સ્વાભાવિક બોલનાર ઉપર લાગણી થાય..
પણ જ્યારે અનાથ બાળકો અને વિધવા બહેનો માટે આ શબ્દો ઉદભવે ત્યારે એમ થાય કે આ શબ્દો નો યથાર્થ ઉપયોગ થયો છે….
જ્યારે દીપાવલી પર્વ આવે ત્યારે આ પરિવાર પરિસ્થિતિ ને સ્વીકારી લયી પોતાને પર્વ ના આનંદ થી દુર જ રાખે છે….
પણ જેનું કોઈ નથી એનો પરમેશ્વર હોય જ છે એ ઉક્તિ ને યથાર્થ ઠેરવતા કરુણા ફાઉન્ડેશન થરાદ દ્વારા શુભકામનાઓ પાઠવવા નો એક અનોખો પ્રયોગ એના ફાઉન્ડર
ગીતાબેન નાયી,થરાદ દ્વારા થરાદ તાલુકા ના વડગામડા,શિવનગર,વજેગઢ ગામે કરવા માં આવ્યો… અને અનાથ બાળકો અને વિધવા બહેનો ના દિલ માંથી પણ આશીર્વાદ આવી ગયા કે તમને પણ શુભકામનાઓ ….
આ કાર્ય ને સફળતા અપાવવા માટે દાતા- શ્રી પ્રકાશ ભાઈ બ્રાહ્મણ,થરાદ દ્વારા દરેક પરિવાર ને મીઠાઈ આપી અને દીપવલી ની શુભકામનાઓ ની આપલે કરી…
આ પ્રસંગે કરુણા ફાઉન્ડેશન દાતા શ્રી પ્રકાશભાઈ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ