નડાબેટ બોડૅર ઉપર જવાનો સાથે દિવાળી ની ઉજવણી

આજ રોજ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભારતીય જનતા યુવા મોર્ચા બનાસકાંઠા જિલ્લા દ્વારા નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આપણા વીર જવાનો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ બોર્ડર પરની અંબાજી(BOP) પોસ્ટ પર જઈ જવાનો સાથે જવાનોના હાથનું ભોજન કરવાનો અવસર પ્રાપ્ત થયો..આ પ્રસંગને યાદગાર ક્ષણ બનાવા માટે બનાસકાંઠા જિલ્લા નાં સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા લોકપ્રિય ધારાસભ્ય શશિકાંત પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાન સિંહ ચૌહાણ,યુવા મોરચા પ્રદેશ મહામંત્રી ડો નરેશ દેસાઇ, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા પ્રભારી મયંક બારોટ, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ સાગર ચૌધરી , બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ મહેન્દ્ર ભાઈ ચૌધરી, વાવ તાલુકા યુવા મોરચા પ્રમુખ ભરતસિંહ સોઢા, સુઈગામ યુવા મોરચા પ્રમુખ ભરતસિંહ ગોહિલ, યુવા મોરચા સક્રિય કાર્યકર અલ્પેશ ચૌધરી, લાલજીભાઈ પટેલ અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ